બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:27 PM, 13 January 2025
જાપાનમાં ભૂકંપના કારણે ધરતી ધ્રૂજી ગઈ છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.9 માપવામાં આવી છે. જાપાનની હવામાન એજન્સીનું કહેવું છે કે જાપાનના ક્યુશુમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. ભૂકંપ બાદ દરિયાકાંઠાના વિસ્તારોમાં સુનામીની ચેતવણી પણ જારી કરવામાં આવી છે. હજુ સુધી આ ભૂકંપના કારણે કોઈ નુકસાન કે જાનહાનિ અંગે કોઈ માહિતી સામે આવી નથી. આ પહેલા ગયા વર્ષે નવેમ્બર મહિનામાં પણ જાપાનના ઉત્તર-મધ્ય વિસ્તાર નોટોમાં ભૂકંપના જબરદસ્ત આંચકા અનુભવાયા હતા. ( being updated)
ADVERTISEMENT
જાપાનમાં ભૂકંપ સામાન્ય છે પરંતુ તેની તીવ્રતામાં સતત વધારો મોટા ભયાનક સંકેતો આપી રહ્યો છે. જાપાન 'રિંગ ઓફ ફાયર' પર આવેલું રાષ્ટ્ર છે જે ભૂકંપ માટે અત્યંત સંવેદનશીલ છે. સમગ્ર વિશ્વના 90 ટકા આંચકા આ વિસ્તારમાં નોંધાયા છે. ચાલો સમજીએ કે ભૂકંપનું જાપાન સાથે શું કનેક્શન છે અને અહીંનો ભૂકંપ કેમ આટલો ખતરનાક હોય છે.
નાના-મોટા તમામ ભૂકંપની ગણતરી કરીએ તો જાપાનમાં દર વર્ષે લગભગ એક હજારથી વધુ ભૂકંપ આવે છે, જેમાંથી માત્ર એક કે બે જ મોટી તીવ્રતા ધરાવતા હોય છે. જોકે 2024ના નવા વર્ષના પ્રથમ દિવસે જાપાનમાં આવેલ 7.6ની તીવ્રતાનો મહાવિનાશક ભૂકંપ ખૂબ જ ખતરનાક માનવામાં આવી રહ્યો છે. જો આપણે નેશનલ અર્થક્વેક સેન્ટરના ડેટા પર નજર કરીએ તો વિશ્વમાં દર વર્ષે લગભગ 20,000 ભૂકંપ આવે છે, જેમાંથી 100 એવા હોય છે જે નુકસાન પહોંચાડે છે. આમાંથી એક કે બે આફત લાવી શકે છે અને આ આફત નોતરનાર ભૂકંપોમાં જાપાન સૌથી મોખરે હોય છે
ADVERTISEMENT
જાપાન દેશ રિંગ ઓફ ફાયર પર સ્થિત છે
જાપાન દેશ રિંગ ઓફ ફાયર પર સ્થિત છે, જે પેસિફિક મહાસાગરનો એક વિસ્તાર છે. તેને પેસિફિક રિમ અથવા પેસિફિક બેલ્ટ પણ કહેવામાં આવે છે. આ વિસ્તારમાં જ સૌથી વધુ ધરતીકંપો અને જ્વાળામુખી ફાટી નીકળે છે. એક રિપોર્ટ અનુસાર દુનિયાના 75 ટકા જ્વાળામુખી રિંગ ઓફ ફાયર એરિયામાં આવેલા છે. આ વિસ્તાર જુઆન ડે, કોકોસા, નાઝકા, નોર્થ અમેરિકા અને ફિલિપાઈન સહિત 40,000 કિમી સુધી ફેલાયેલો છે. એલેક્ઝાન્ડર પી. લિવિંગસ્ટને સૌપ્રથમ 1906માં લખેલા પુસ્તકમાં પ્રશાંત મહાસાગરના આ વિસ્તારનો ઉલ્લેખ રિંગ ઓફ ફાયર તરીકે કર્યો હતો. આ પછી 1960ના દાયકામાં તેના વિશે ટેકટોનિક સિદ્ધાંતના રૂપમાં માહિતી આપવામાં આવી.
ટેક્ટોનિક પ્લેટ ખડકનો એક પ્રકારનો સ્લેબ છે, જે મહાદ્રિપીય લિથોસ્ફિયરથી બનેલો છે
જો આપણે ભૌગોલિક સ્થિતિ વિશે વાત કરીએ તો રિંગ ઓફ ફાયરનો વિસ્તાર એ બે ટેક્ટોનિક પ્લેટોનું જંકશન છે. આ પ્લેટોના અથડામણથી જ ધરતીકંપો આવે છે. આ જ કારણ છે કે વિશ્વના 90 ટકા ભૂકંપ રિંગ ઓફ ફાયરમાં આવે છે. ભૂકંપને કારણે સુનામી આવે છે અને જ્વાળામુખી વિસ્ફોટ પણ થાય છે. ટેક્ટોનિક પ્લેટને લિથોસ્ફેરિક પ્લેટ પણ કહેવામાં આવે છે. તે ખડકનો એક પ્રકારનો સ્લેબ છે, જે મહાદ્રિપીય લિથોસ્ફિયરથી બનેલો છે. તેની પહોળાઈ 5થી 200 કિમી સુધીની હોઈ શકે છે. તેમને સૌપ્રથમ 1967માં ટેક્ટોનિક પ્લેટ્સ નામ આપવામાં આવ્યું હતું. તે મહાદ્રીપ (ખંડીય) અને મહાસાગરીય (સમુદ્રી) બંને હોઈ શકે છે.
રિંગ ઓફ ફાયર એ ટેક્ટોનિક પ્લેટોનું જંકશન છે તેથી જ અહીં પ્લેટો વચ્ચે ઘર્ષણની શક્યતા વધુ છે
પૃથ્વીના પેટાળ કે આવરણમાંથી જો કોઈ એનર્જી એટલેકે ઉર્જા છૂટે અથવા મુક્ત થાય ત્યારે તે ટેક્ટોનિક પ્લેટોને ખસેડવા માટે દબાણ સર્જે છે. રિંગ ઓફ ફાયર એ ટેક્ટોનિક પ્લેટોનું જંકશન છે તેથી જ અહીં પ્લેટો વચ્ચે ઘર્ષણની શક્યતા વધુ છે તેથી જ અહીં આવતા ભૂકંપ વધુ તીવ્ર હોય છે. કહેવાય છે કે જ્યાં સુધી ટેક્ટોનિક પ્લેટોમાંથી મુક્ત થતી ઉર્જા બહાર ન આવે ત્યાં સુધી ધરતીકંપ ચાલુ રહે છે. જો તેનું કેન્દ્ર સમુદ્રમાં હોય તો વિનાશક સુનામી આવે છે. ખાસ વાત એ છે કે આ ટેકટોનિક પ્લેટો દર વર્ષે માત્ર થોડીક સેકન્ડ જ ખસે છે, પરંતુ જ્યારે ભૂકંપ આવે છે ત્યારે તે કેટલાય મીટર સુધી આગળ વધી શકે છે.
આ પણ વાંચોઃ ભારતમાં HMPVના વધતા ખતરા વચ્ચે ચીનના સ્વાસ્થ્ય મંત્રાલયનું મોટું અપડેટ, જુઓ શું કહ્યું
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.