earphones and headphones side effects know which of the two is less harmful
આડઅસર /
સાવધાન! ઈયરફોનનો ઉપયોગ કરતા લોકો માટે મોટી ચેતવણી! આટલા કલાકનો સતત ઉપયોગ પડી શકે છે મોંઘો
Team VTV11:45 AM, 11 Oct 21
| Updated: 11:49 AM, 11 Oct 21
કોરોનાકાળમાં આપણે સંપૂર્ણ રીતે ટેકનોલોજી પર નિર્ભર થઇ ગયા છે. ઝૂમ મીટીંગથી લઇને મેડિટેશન સુધી મોટાભાગનો સમય આપણા કાનમાં ઈયર ફોન અથવા હેડફોન રહે છે. ખાસ કરીને યુવાનો હેડફોનનો કલાકો સુધી ઉપયોગ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે ઈયર ફોન અથવા હેડ ફોનનો વધારે ઉપયોગ કરવાથી તમારા આરોગ્યને નુકસાન થઇ શકે છે.
ઈયર ફોન અને હેડ ફોનનો વધુ ઉપયોગ કરશો તો થશે નુકસાન
યુવાનો માટે હેડફોનનો ઉપયોગ સુરક્ષિત નથી
તમે વહેલા મોડા બહેરાશનો શિકાર બની જશો
જો નહીં તો આજે અમે તમને એવા નુકસાન વિશે જણાવીશું. પરંતુ આ પહેલાં તમારા માટે જાણવુ જરૂરી છે કે આપણા કામ કેવીરીતે કામ કરે છે.
આપણા કાન કેવીરીતે કામ કરે છે ?
આપણા કાનનો જેટલો હિસ્સો આપણી બહાર દેખાય છે તેને પિન્ના કહે છે. આ કાનનો સૌથી મહત્વનો ભાગ હોય છે. કારણકે આ આપણી બોલવાથી ઉભી થતી ધ્રુજારીને ભેગી કરી કાનના પડદા સુધી પહોંચાડે છે. હવાના આ કંપનથી કાનનો પડદો હલી જાય છે. જે તેની સાથે જોડાયેલા કોકલિયાને હલાવે છે. ત્યારબાદ કોકલિયા આ કંપનને મગજ સુધી પહોંચાડે છે. જેને સમજીને મન શબ્દનું રૂપ આપે છે.
હેડફોનનો ઉપયોગ કેટલો સુરક્ષિત ?
આપણા કાનની બનાવટ એવી છે કે વધુમાં વધુ કંપન અંદર જઇ શકે. પરંતુ જ્યારે તમે ઈયર ફોન અથવા હેડ ફોનનો ઉપયોગ કરો છો તો પિન્નાનુ કામ ખત્મ થઇ જાય છે. કંપન સીધા કાનના પડદા સુધી જાય છે અને આ જ કારણ છે કે અવાજ વધારે સ્પષ્ટ અને સારો સંભળાય છે. એવામાં દરેકના મનમાં સવાલ ઉભો થાય છે કે શું ઈયર ફોન અને હેડ ફોનનો ઉપયોગ સુરક્ષિત છે? આ સવાલનો સીધો જવાબ છે. સુરક્ષિત નથી. ઈયર ફોન અને હેડફોન પર સતત 1 કલાકથી વધુ ગીતો સાંભળવા કાન માટે ખતરનાક હોય છે.
બહેરાશનો શિકાર થાય છે
જર્નલ સાયન્સમેડની રિસર્ચ મુજબ, જો ઈયર ફોન પર તમે 120 ડેસિબલ પર ગીત સાંભળો છો તો એક કલાક સુધી સતત ગીત સાંભળવાથી તમારા કાનને નુકસાન પહોંચશે. કારણકે કાનની સાંભળવાની ક્ષમતા 90 ડેસિબલ હોય છે. વધુ મિનિટ સાંભળવાથી ધીરે-ધીરે વ્યક્તિની સાંભળવાની ક્ષમતા 40 થી 50 ડેસિબલ ઓછી થઇ જાય છે.