બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Earn money with tulsi business and get 3 lakh rupees profit investing 15000 rupees only

કમાણી / માત્ર 15000 રૂપિયા લગાવી 3 લાખની કમાણી કરવી હોય તો શરૂ કરી દો આ કામ, થશે જોરદાર આવક

Noor

Last Updated: 11:27 AM, 14 July 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અત્યારના સમયમાં પૈસા કમાવવા માટે લોકો ગમે તે કરવા તૈયાર થઈ જાય છે. આજે અમે તમને એવા કામ વિશે જણાવીશું, જેમાં માત્ર 15000 લગાવીને 3 લાખ કમાઈ શકો છો. ચાલો જાણીએ.

  • બિઝનેસ કરીને રૂપિયા કમાવવા હોય તો કરો આ કામ
  • તમે તુલસીની ખેતી કરીને લાખોની કમાણી કરી શકો છો
  • આ વસ્તુની ડિમાન્ડ વધી ગઈ છે

જો તમે ખેતી કરીને લાખો રૂપિયા કમાવવા માંગો છો તો આજે અમે તમને એવી વસ્તુની ખેતી વિશે જણાવીશું, જેની કોરોનાકાળમાં ખૂબ જ માંગ છે. ખેતી આજના સમયમાં ઓછાં પૈસા લગાવી મોટી કમાણી કરવાનું સારું ઓપ્શન છે. તમને જણાવી દઈએ કે, તુલસીની ખેતી કરવા માટે તમારે બહુ ઓછું રોકાણ કરવું પડશે અને કોઈપણ તેની ખેતી કરી શકે છે અને લખપતિ બની શકે છે. 

દરેક ઘરમાં તુલસીની ડિમાન્ડ છે

આ બિઝનેસ કરવા માટે તમારે માત્ર 15000 રૂપિયાની જરૂર પડશે. આજકાલ તો દરેકના ઘરમાં જ તુલસીનો છોડ હોય છે. આ સિવાય તેનો ઉપયોગ અનેક પ્રકારની દવાઓ, ઔષધીઓ અને પૂજામાં પણ કરવામાં આવે છે. 

કોરોના સંકટમમાં વધી ડિમાન્ડ

કોરોના મહામારી બાદ લોકો આયુર્વેદિક અને નેચરલ દવાઓ તરફ આકર્ષિત થયા છે. જેથી તેની ડિમાન્ડ પણ ખૂબ વધી છે. હાલના સમયમાં બજારમાં આવી ઔષધીઓની માંગ વધી ગઈ છે. એવામાં તુલસીની ખેતી કરવી તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ સાથે જ તમારે આ કામ કરવા માટે વધુ પૈસાની પણ જરૂર નહી પડે. તમે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ દ્વારા પણ બિઝનેસ શરૂ કરી શકો છો. 

થશે 3 લાખની કમાણી

મેડિસિનલ ગુણો ધરાવતી તુલસીની ખેતી કરીને તેમાંથી કમાણી કરી શકાય છે. તુલસીના અનેક પ્રકાર છે. તુલસીમાં યૂઝીનોલ અને મિથાઇલ સિનામેટ હોય છે. આના ઉપયોગથી અનેક ગંભીર બીમારીઓ માટે દવા તૈયાર કરવામાં આવે છે. માત્ર 15 હજાર રૂપિયા લગાવીને તમે 3 મહિના બાદ 3 લાખની કમાણી કરી શકો છો. માર્કેટમાં રહેલી અનેક આયુર્વેદિક કંપનીઓ જેવી કે ડાબર, વૈદ્યનાથ, પતંજલિ લગેરે કોન્ટ્રાક્ટ પર તુલસીની ખેતી કરાવે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Profit earn money tulsi business Income
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ