જો તમે બિઝનેસ કરીને સારાં પૈસા કમાવવા માંગો છો તો આજે અમે તમને એવા બિઝનેસ વિશે જણાવીશું, જેની ડિમાન્ડ હમેશાં રહે છે. ચાલો જાણીએ.
ઘરે બેઠા બિઝનેસ શરૂ કરવા માંગો છો તો કરો આ કામ
માત્ર 10 હજાર લગાવીને શરૂ કરો બિઝનેસ
આ બિઝનેસમાં દર મહિને 30 હજારની થશે કમાણી
આ એક એવો બિઝનેસ છે જે દરેક સીઝનમાં ચાલી શકે છે. જો તમે કોઈ નવો બિઝનેસ શરૂ કરવાનો પ્લાન બનાવી રહ્યાં છો તો અથાણાનો બિઝનેસ સારી કમાણી કરાવતો બિઝનેસ છે. અથાણું બનાવવાના બિઝનેસની શરૂઆત ઘરેથી જ થઇ શકે છે. જ્યારે બિઝનેસ વધવા લાગે તો અલગ જગ્યા લઈને આ બિઝનેસને આગળ વધારવા વિશે વિચારી શકાય છે. ચાલો તમને જણાવીએ કે કેવી રીતે તમે આ બિઝનેસ શરૂ કરી શકો છો અને તેનાથી કેટલી કમાણી કરી શકાય છે.
10 હજાર રૂપિયામાં શરૂ કરો બિઝનેસ
તમે પણ અથાણું બનાવવાનો બિઝનેસ ઘરે જ શરૂ કરી શકો છો. આ બિઝનેસ ઓછામાં ઓછા 10 હજાર રૂપિયાથી શરૂ કરી શકાય છે. તેનાથી તમને 25થી 30 હજાર રૂપિયાની કમાણી થશે. આ કમાણી તમારા પ્રોડક્ટની ડિમાંડ, પેકિંગ અને એરિયા પર પણ આધારિત છે. અથાણાંને ઓનલાઇન, જથ્થાબંધ, રિટેલ માર્કેટ અને રિટેલ ચેનને વેચી શકો છો.
900 સ્ક્વેર ફૂટનો એરિયા જોઇશે
અથાણું બનાવવાના બિઝનેસ માટે 900 સ્ક્વેર ફૂટનો એરિયા હોવો જરૂરી છે. અથાણું તૈયાર કરવુ, અથાણું સૂકવવું, અથાણુ પેક કરવું વગેરે કામ માટે ખુલ્લી જગ્યાની જરૂર પડે છે. અથાણાને લાંબા સમય સુધી ખરાબ થવાથી બચાવવા માટે અથાણાંને બનાવતી વખતે સાફ સફાઈનું ધ્યાન રાખવું પડે છે ત્યારે જ અથાણું વધુ દિવસ સુધી સારું રહે છે.
અથાણું બનાવવાના બિઝનેસમાં આટલા રૂપિયાની થશે કમાણી
આ બિઝનેસમાં 10 હજાર રૂપિયા લગાવીને ડબલ નફો કમાવી શકાય છે. પહેલા માર્કેટિંગમાં ખર્ચની તમામ રકમ વસૂલ કરવામાં આવે છે અને તે બાદ નફો જ નફો થાય છે. આ નાના બિઝનેસને મહેનત અને નવા પ્રયોગ દ્વારા મોટો બિઝનેસ બનાવી શકાય છે. આ બિઝનેસનો નફો દર મહિને મળશે અને નફામાં વધારો પણ થશે.
અથાણું બનાવવાના બિઝનેસનું લાયસન્સ કેવી રીતે મળશે
અથાણું બનાવવાના બિઝનેસ માટે લાયસન્સની જરૂર પડે છે. બિઝનેસ શરૂ કરવા માટે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટીથી લાયસન્સ મેળવી શકાય છે. આ લાયસન્સ માટે ઑનલાઇન ફોર્મ ભરીને અરજી કરી શકાય છે.