જો તમે સાવ ઓછાં રોકાણ સાથે કોઈ કામ શરૂ કરીને સારી કમાણી કરવા માંગો છો તો આજે અમે તમને એવા કામ વિશે જણાવીશું, જેમાં દર મહિને 30000ની કમાણી થશે.
નોકરી જતી રહી હોય તો શરૂ કરો આ કામ
ઓછાં રોકાણ સાથે શરૂ કરો આ ધાંસૂ બિઝનેસ
દરેક ઘરમાં આ વસ્તુની છે ડિમાન્ડ
ચા પત્તી એક એવી વસ્તુ છે જે દેશના દરેક ઘરમાં વપરાય છે. તો જો તમે આનો બિઝનેસ શરૂ કરશો તો તમને ફાયદો થવાનો જ છે. અમીર હોય કે ગરીબ બધાં જ ચા પત્તીનો ઉપયોગ કરે છે. તમને જણાવી દઈએ કે તમને નાના લેવલ પર આ બિઝનેસની શરૂ કરીને તેને એક્સપાન્ડ પણ કરી શકો છો. આપણાં દેશના ઘણાં ભાગમાં ચા પત્તીની ખેતી કરવામાં આવે છે. આસામ અને દાર્જિલિંગના ચા પત્તી સૌથી સારી માનવામાં આવે છે અને તેની માંગ માત્ર ભારતમાં જ નહીં વિદેશમાં પણ છે. જો તમારે ચા પત્તીનો બિઝનેસ શરૂ કરવો હોય, તો ધ્યાનમાં રાખો કે ફક્ત આસામ અને દાર્જિલિંગ ચાનો જ બિઝનેસ કરવો.
ચા પત્તીનો બિઝનેસ શરૂ કરવા 5 હજારથી 10 હજાર રૂપિયાની જરૂર પડશે. ચા પત્તીનો વ્યવસાય ઓછા પૈસામાં શરૂ કરીને તમે ધીરે ધીરે સારાં પૈસા કમાવીને બિઝનેસમાં વધારો કરી શકો છો.તમે આ વ્યવસાયને ઘણી રીતે કરી શકો છો. બજારમાં દુકાન લઈને તમે હોલસેલ અને રિટેલમાં ચા પત્તી વેચી શકો છો. આ વ્યવસાય મોટા શહેરોમાં સારી રીતે ચાલે છે. આ સિવાય ઘણી બ્રાન્ડેડ કંપનીઓ લૂઝ ચા પત્તીની ફ્રેન્ચાઇઝી પણ આપે છે. તમે ફ્રેન્ચાઇઝી લઈને પણ આ કામ શરૂ કરી શકો છો. આ માટે મોટા બજેટની જરૂર પડશે.
જો તમે કોઈ દુકાન અથવા કોઈ બ્રાન્ડેડ કંપનીની ફ્રેન્ચાઇઝી લઈને આ વ્યવસાય શરૂ કરી શકતા નથી, તો તમે ઘરેથી પણ ચા પત્તીનો બિઝનેસ શરૂ કરી શકો છો. જો તમે ઓછાં બજેટમાં ચા પત્તીનો બિઝનેસ શરૂ કરવા માંગતા હો, તો પછી તમે હોલસેલ રેટ પર ચા પત્તી મંગાવીને તેને વિવિધ માપના પ્લાસ્ટિકના પેકેટમાં પેક કરી શકો છો અને તેને ડોર-ટૂ-ડોર વેચી શકો છો. જે સસ્તી હોવાને કારણે લોકો પસંદ પણ કરશે.
દર મહિને 20 હજારની કમાણી થઈ શકે છે
તમને 140 રૂપિયાથી 180 રૂપિયા પ્રતિ કિલોના ભાવે સારી ગુણવત્તાની કડક ચા પત્તી મળશે. જેને તમે 200થી 300 રૂપિયા કિલોના દરે બજારમાં વેચી શકો છો. જો તમે દરરોજ સરેરાશ 10 કિલો ચા પત્તી વેચો છો, તો તમે 600 રૂપિયા બચાવશો. જો તમે આ ટાર્ગેટ સાથે ચાલશો, તો શરૂઆતમાં તમે દર મહિને સરળતાથી 15થી 20 હજાર રૂપિયા કમાઇ શકો છો.
માર્કેટિંગ દ્વારા બિઝનેસ વધારી શકાય છે
જો તમે તેને બ્રાન્ડ બનાવવા માંગો છો, તો આ માટે તમારે તમારી કંપનીનું રજિસ્ટ્રેશન કરાવવું પડશે. આ સિવાય સારી ક્વોલિટીનું પેકેજિંગ પણ કરવું પડશે. ઉપરાંત તમે માર્કેટિંગ દ્વારા તમારા વ્યવસાયમાં વધારો કરી શકો છો.