જો પૈસા કમાવવા માટે તમે કોઈ બિઝનેસ શરૂ કરવાનો પ્લાન બનાવી રહ્યાં છો તો આજે અમે તમને બંપર કમાણી કરાવનાર ધંધા વિશે જણાવીશું.
આ ધંધો શરૂ કરવા પર સરકાર કરે છે મદદ
દર મહિને 30,000 રૂપિયાની થશે કમાણી
ધંધાની શોધ કરી રહેલાં લોકો માટે બેસ્ટ છે ઓપ્શન
આ બિઝનેસ કરીને તમે દર મહિને 30,000 રૂપિયાની કમાણી કરી શકો છો અને ખાસ વાત એ છે કે આ પ્રોડક્ટની ડિમાન્ડ હમેશાં રહે છે. બાળકોથી લઈને મોટાઓને પણ તે પસંદ હોય છે. અહીં અમે બિસ્કિટની વાત કરી રહ્યાં છે. તમે બેકરી પ્રોડક્ટ્સ બનાવીને જોરદાર કમાણી કરી શકો છો. બિસ્કિટની ડિમાન્ડ દરેક ઘરમાં રહે છે. કોરોનાકાળમાં પારલે-જીએ વેચાણ મામલે 82 વર્ષનો રેકોર્ડ તોડી દીધો હતો. આ સિવાય આ સ્ટાર્ટઅપ માટે સરકાર પણ મદદ કરે છે.
સરકાર પણ મદદ કરશે
આ ધંધો કેન્દ્ર સરકારની મુદ્રા સ્કીમ હેઠળ શરૂ કરી શકાય છે. પૈસાની વાત કરીએ તો તેને શરૂ કરવા માટે તમારે ફક્ત 1 લાખ રૂપિયાનું રોકાણ કરવું પડશે. કુલ ખર્ચના 80 ટકા સુધી તમે સરકાર પાસેથી લઈ શકો છો. આ માટે સરકારે ખુદ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કર્યો છે. સરકાર દ્વારા બિઝનેસની સ્ટ્રક્ચરિંગ મુજબ તમામ ખર્ચ બાદ કર્યા પછી, તમે દર મહિને 30 હજાર રૂપિયાથી વધુનો નફો મેળવી શકો છો.
કેટલો આવશે ખર્ચ
પ્રોજેક્ટ માટે કુલ ખર્ચ : 5.36 લાખ રૂપિયા-એમાં પોતાની પાસેથી માત્ર 1 લાખ રૂપિયા લગાવવા પડશે. મુદ્રા સ્કીમ હેઠળ તમારું સિલેક્શન થાય છે. તો બેન્કથી ટર્મ લોન 2.87 લાખ રૂપિયા અને વર્કિંગ કેપિટલ લોન 1.49 લાખ રૂપિયા મળી જશે. પ્રોજેક્ટ હેઠળ તમારી પાસે 500 વર્ગફૂટ સુધી પોતાનું સ્પેસ હોવી જોઈએ. જો નથી તો રેન્ટ પર લઇ પ્રોજેક્ટ ફાઈલ સાથે બતાવવું પડશે.
કેટલો થશે ફાયદો
સરકારે જે પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરી છે, એ રીતે 5.36 લાખ રૂપિયામાં કુલ વાર્ષિક ઉત્પાદન અને તેના વેચાણનું અનુમાન આ રીતે લગાવી શકાય છે.
4.26 લાખ રૂપિયા : આખા વર્ષ માટે કોસ્ટ ઓફ પ્રોડક્શન
20.38 લાખ રૂપિયા : આખા વર્ષમાં એટલા પ્રોડક્ટ બની જશે કે તેના વેચાણ પર 20.38 લાખ રૂપિયા મળશે. તમને જણાવી દઈએ કે બેકરી પ્રોડક્ટની વેચાણ કિંમત માર્કેટમાં મળતી બીજી આઈટ્મસના રેટના આધાર પર થોડી ઓછી કરી નક્કી કરવામાં આવે છે.
6.12 લાખ રૂપિયા : ગ્રોસ ઓપરેટિંગ પ્રોફિટ
70 હજાર : એડમિનિસ્ટ્રેશન અને સેલ્સ પર ખર્ચ
60 હજાર : બેન્કના લોનનું વ્યાજ
60 હજાર : અન્ય ખર્ચ
નેટ પ્રોફિટ : 4.2 લાખ રૂપિયા વાર્ષિક
મુદ્રા સ્કીમમાં કરો એપ્લાય
આના માટે પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ તમે કોઈ પણ બેન્કમાં એપ્લાય કરી શકે છે. તેના માટે તમારે એક ફોર્મ ભરવું પડશે. જેમાં આ ડિટેલ્સ આપવી પડશે. નામ, એડ્રેસ, બિઝનેસ એડ્રેસ, એજ્યુકેશન, હાલની ઈન્ક્મ અને કેટલી લોન જોઈએ. આમાં કોઈપણ પ્રોસેસિંગ ફી અથવા ગેરંટી ફી આપવી નહીં પડે. લોનની રકમ 5 વર્ષમાં પરત આપી શકો છો.