બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / earn money with amazon you can get 3 lakh rupees check details process

કમાણી / રોજના માત્ર 6 કલાક કામ કરીને કમાવો 3 લાખ રૂપિયા, જાણો કઈ રીતે

Noor

Last Updated: 08:29 AM, 6 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે ફુલ ટાઈમ અથવા પાર્ટ ટાઈમ નોકરી શોધી રહ્યાં છો તો તમારી પાસે એક સારી તક છે. તમે ઈ-કોમર્સ કંપની એમેઝોનમાં જોડાઈ શકો છો.

  • એમેઝોન સાથે કામ કરવાની શાનદાર તક
  • નોકરી શોધી રહ્યાં હોવ તો શરૂ કરી દો આ કામ
  • 6 કલાક કામ કરીને કમાવો લાખો રૂપિયા

એમેઝોન થોડાં વર્ષો પહેલાં ભારતમાં તેની ફ્લેક્સ સેવા લાવ્યું હતું, જેથી આના દ્વારા લોકો ભારતમાં કંપનીના ડિલિવરી પાર્ટનર તરીકે રજિસ્ટક કરીને કમાણી કરી શકે છે. ભારતમાં એમેઝોન ડિલિવરી પાર્ટનર તરીકે કામ કરીને લોકો વાર્ષિક 3 લાખ રૂપિયા સુધી કમાઈ શકે છે. સારી બાબત એ છે કે તમારે આ માટે 8થી 10 કલાક કામ નહીં કરવું પડે.  તો ચાલો જાણીએ કે તમે કેવી રીતે એમેઝોન ડિલિવરી પાર્ટનર બની શકો છો. ઉપરાંત, તમે આમાંથી કેટલી કમાણી કરી શકો છો.

એમેઝોન ડિલિવરી પાર્ટનર કેવી રીતે બનવું?

એમેઝોન ફ્લેક્સની સત્તાવાર વેબસાઇટ પર સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. આપેલી માહિતી અનુસાર, તમારે એમેઝોન ફ્લેક્સના FAQ પેજ પર જવું પડશે. એમેઝોન ડિલિવરી પાર્ટનર બનવા માટે તમારે પહેલાં તમારી કેટલીક માહિતી આપવી પડશે અને એમેઝોન ફ્લેક્સ એપ ડાઉનલોડ કરવી પડશે. આ માહિતીમાં તમારું નામ, મોબાઇલ નંબર, ઇમેલ આઈડી, તમારી પાસે કયા પ્રકારનું વાહન છે વગેરેનો સમાવેશ થાય છે. આ પછી તમારે એપ પર રજિસ્ટર કરવું પડશે. પછી તમારે તમારા હાલના એમેઝોન એકાઉન્ટ દ્વારા એપમાં લોગિન કરવું પડશે અને જો તમારી પાસે એમેઝોન એકાઉન્ટ નથી, તો તમે નવું બનાવી શકો છો.

આ માહિતી આપવી પડશે

આ પછી તમારે બેકગ્રાઉન્ડ ચેક કરાવવા માટે એપ્લિકેશન દ્વારા પૂછવામાં આવેલી માહિતીને યોગ્ય રીતે ભરવી પડશે. આ પછી, તમારે તમારું સર્વિસ એરિયા પસંદ કરવું પડશે, જ્યાં તમે ડિલિવરી સેવા આપવા માંગો છો. ટેક્સ કપાત અને પેમેન્ટ મેળવવા માટે તમારે કેટલીક અન્ય માહિતી પણ આપવી પડશે.

જાણો ડિલિવરી પાર્ટનર બનવા માટે શું જરૂરી છે?

જો તમે ડિલિવરી પાર્ટનર બનીને કમાવા માંગો છો તમારી ઉંમર 18 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ. આ સિવાય તમારી પાસે એન્ડ્રોઇડ ફોન હોવો જોઈએ, જેમાં ઓછામાં ઓછી 2GB રેમ હોવી જોઈએ. આ ફોનમાં ફ્લેશ, જીપીએસ લોકેશન સર્વિસ અને વોઇસ ડેટા કનેક્ટિવિટીની સાથે એક એક્ટિવ સિમ કાર્ડ હોવું જરૂરી છે.

આ પછી બીજી સૌથી મહત્વની જરૂરિયાત એ છે કે તમારી પાસે વાહન હોવું જરૂરી છે. તમારી પાસે માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ, તમારા વાહનની માન્ય આરસી, વાહનનું વીમા પ્રમાણપત્ર અને પ્રદૂષણ પ્રમાણપત્ર (PUC) હોવું આવશ્યક છે. ટેક્સ સંબંધિત દસ્તાવેજોમાં માન્ય પાન કાર્ડ અને બચત અથવા કરન્ટ એકાઉન્ટની જરૂર પડે છે.

આ રીતે થશે કમાણી

એમેઝોનની વેબસાઇટ અનુસાર, ડિલિવરી પાર્ટનર 120થી 140 રૂપિયા પ્રતિ કલાકની કમાણી કરી શકે છે અને વધુમાં વધુ 6 કલાક કામ કરી શકે છે. આ મુજબ, તમે દર મહિને સરેરાશ 25,000 રૂપિયા અને વાર્ષિક સરેરાશ 3 લાખ રૂપિયા કમાઈ શકો છો. જો તમે આ કામ પાર્ટ ટાઇમ તરીકે કરો છો અને દરરોજ મહત્તમ 4 કલાક કામ કરો છો તો તમે દર મહિને સરેરાશ આશરે 17,000 રૂપિયા અને વાર્ષિક સરેરાશ 2 લાખ રૂપિયા સુધી કમાઈ શકો છો. એમેઝોન અનુસાર, ડિલિવરી પાર્ટનરે આ કમાણીનો 1% ટેક્સ તરીકે ચૂકવવો પડશે.

કેવી રીતે અરજી કરી શકાય?

જો તમે આ પોસ્ટ માટે અરજી કરવા માંગો છો તો તમારે આ લિંક https://flex.amazon.com/faq પર ક્લિક કરીને સીધી અરજી કરવી પડશે.

સંકળાયેલા મુદ્દાઓ

Details amazon earn money Income
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ