જો તમને ચલણી નોટો કે સિક્કા એકત્રિત કરવાનો શોખ છે તો હવે તમે ઘરે બેઠા લાખો રૂપિયાની કમાણી કરી શકો છો. જાણો કઈ રીતે.
કરન્સી એકત્રિત કરવાનો શોખ લખપતિ બનાવી શકે છે
આવી નોટની બજારમાં ખૂબ ડિમાન્ડ હોય છે
તમારી પાસે આ નંબરની નોટ છે કે નહીં ચેક કરી લો
આજકાલ ઘણી વેબસાઇટ્સ એન્ટીક નોટો અને સિક્કાઓની હરાજી કરે છે. આજે અમે તમને ચલણી નોટોની એવી વિશેષતા વિશે જણાવી રહ્યાં છીએ, જે જાણ્યા બાદ તમે તમારી પાસે રહેલી બધી નવી અને જૂની નોટો ચેક કરશો. જો તમારી પાસે આ નોટ છે, તો તરત જ તેને ઓનલાઇન હરાજી માટે મૂકો. આ માટે તમારે 1, 2, 10, 100, 500, 2000, 200ની નોટોમાં ફક્ત એક વિશેષતા હોવી જરૂરી છે.
આ વિશેષતા છે જરૂરી
જો તમારી પાસે નોટનો કલેક્શન છે અને તેમાં 786 સીરીઝવાળી કોઈપણ નોટ છે તો તમે તેને Ebay વેબસાઈટ પર વેચી શકો છો. હકીકતમાં ઈન્ડિયન કરન્સીની રેર નોટોની બોલી ઈબે પર લાગે છે. ઈબે હમેશાં નોટોની બોલી લગાવે છે. આ બોલીમાં કોઈપણ સામાન્ય વ્યક્તિ ભાગ લઈ શકે છે. પહેલાં પણ 786 ડિજિટવાળી નોટની બોલીમાં 3 લાખ રૂપિયા સુધી મળ્યા છે. જો તમને યાદ હોય તો અમિતાભ બચ્ચનની ફિલ્મ કુલીમાં 786 નંબરનો બેજ હતો. હકીકતમાં મોટી સંખ્યામાં લોકો 786ને એક શુભ અને ભાગ્યશાળી નંબર માને છે. આવી સ્થિતિમાં શક્ય છે કે કોઈ બોલી લગાવનાર તમને મો માંગ્યા રૂપિયા આપી દે.
ક્યાં વેચવી આવી નોટો
786 ડિજિટવાળી ખાસ નોટ વેચવા માટે તમારી ઘરથી બહાર નીકળવાની પણ જરૂર નથી. ઈબે અને ક્લિક ઈન્ડિયા જેવી વેબસાઈટ્સ આવી નોટો શોધીને તેની બોલી લગાવે છે. ક્લિક ઈન્ડિયા સાઈટ પર વોટ્સએપ પર ડાયરેક્ટ વેચવા માટે લિંક પણ આપેલી છે.
આ રીતે વેચો
ઓનલાઇન હરાજી માટે તમારી પાસે રહેલી 786 ડિજિટવાળી નોટનો ફોટો ક્લિક કરવો પડશે. હવે તેની બોલી લગાવવા માટે પોતે સેલર તરીકે વેબસાઈટ પર રજિસ્ટર કરવું પડશે. પછી આ ફોટો સાઈટ પર અપલોડ કરવાનો રહેશે. એ પછી ખરીદદારો તમારો સીધો સંપર્ક કરશે અને તમને જોઈએ એ કિંમત નક્કી કરીને તમે આ નોટ વેચી શકો છો.