બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / earn money from rooftop solar panel pm kusum scheme providing 90 percent discount on solar panel check details

કમાણી / ઘરની છત પર આ કામ શરૂ કરીને દર મહિને કમાવો લાખો રૂપિયા, સરકાર પણ કરશે તમારી મદદ

Noor

Last Updated: 08:59 AM, 19 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમારા ઘરની છત ખૂબ જ મોટી છે અને તમે તમારો વ્યવસાય શરૂ કરીને કમાણી કરવાનો પ્લાન બનાવી રહ્યાં છો, તો તમે પીએમ કુસુમ યોજનાનો લાભ લઈને દર મહિને સારું કમાઈ શકો છો. ચાલો જાણીએ.

  • ઘરની છત પર આ ધંધો કરીને કરો કમાણી
  • દર મહિને મળશે લાખો રૂપિયા
  • સરકાર પણ કરશે તમારી મદદ

કેન્દ્ર સરકારે ખેડૂતોની આવક બમણી કરવા માટે  2019માં કુસુમ યોજના શરૂ કરી હતી. આ યોજના હેઠળ તમને ઘણી સુવિધાઓ આપવામાં આવશે. તમે સોલર ઉર્જા સંબંધિત વ્યવસાય સરળતાથી શરૂ કરી શકો છો. ચાલો જાણીએ પીએમ કુસુમ યોજનાનો લાભ લઈને કેવી રીતે કમાણી કરી શકાય છે.

પીએમ કુસુમ યોજના હેઠળ કેન્દ્ર સરકાર ખેડૂતોને સબસિડી પર સોલર પેનલ આપે છે. જેની મદદથી તમે વીજળી બનાવી શકો છો. તમારી જરૂરિયાત પૂરી કર્યા પછી તમે બાકીની વીજળી વેચી પણ શકો છો. આ યોજના હેઠળ લગભગ 20 લાખ ખેડૂતોને સોલર પંપ લગાવવાની સુવિધા પણ ઉપલબ્ધ કરાવાશે. સરકારે આ યોજના પર 34,422 કરોડ રૂપિયા ખર્ચ કરવાની જાહેરાત કરી છે.

આ રીતે કરો અરજી 

પીએમ કુસુમ યોજના માટે અરજી કરવા માટે સૌ પ્રથમ તમારે સત્તાવાર વેબસાઇટ https://mnre.gov.in/ પર જવું પડશે. અહીં તમામ જરૂરી માહિતી આપવાની રહેશે. જેમાં આધાર કાર્ડ, પ્રોપર્ટીના દસ્તાવેજો અને બેંક ખાતાની વિગતો ભરવાની રહેશે.

કોણ અરજી કરી શકે છે

કેન્દ્ર સરકારની આ યોજના હેઠળ કોઈપણ ખેડૂત, ખેડૂતોનો સમૂહ, સહકારી મંડળીઓ, પંચાયતો સોલર પંપ લગાવવા માટે અરજી કરી શકે છે. સોલર પ્લાન્ટ લગાવવા માટે50,000 રૂપિયા પ્રતિ મેગાવોટ અને જીએસટી સાથે અરજી વીજળી વિભાગને સબમિટ કરવાની રહેશે.

કુસુમ યોજનાના ફાયદા

  • ખેડૂતો કુસુમ યોજનાથી વીજળી બચાવી શકશે.
  • ખેતરોને સિંચાઈ માટે મફત વીજળી મળશે.
  • 20 લાખ સિંચાઈ પંપોને સોલર ઊર્જાથી ચલાવવાની વ્યવસ્થા કરવામાં આવશે.
  • ડીઝલ અને કેરોસીન તેલ પર ખેડૂતોની નિર્ભરતા ઘટશે.
  • ડીઝલ વપરાશ અને પ્રદૂષણ નિયંત્રિત થશે.
  • ખેડૂતોએ ખર્ચનો માત્ર 10 ટકા ખર્ચ કરવો પડશે.
  • વેસ્ટ જમીનનો ઉપયોગ કરી શકાય છે.
  • આવક માટે ખેડૂતો પોતાની વધારાની ઉર્જા વેચી શકે છે.

કેટલી છૂટ મળશે

જો તમને પીએમ કુસુમ યોજના હેઠળ સોલર પેનલ લગાવવામાં આવે છે, તો તમારે માત્ર 10 ટકા રકમ ચૂકવવી પડશે. કેન્દ્ર અને રાજ્ય સરકાર ખેડૂતોને તેમના બેંક ખાતામાં 60 ટકા સબસિડીની રકમ આપે છે. આ યોજના હેઠળ કેન્દ્ર અને રાજ્ય સરકારો સમાન રીતે ફાળો આપે છે.

સંકળાયેલા મુદ્દાઓ

earn money pm kusum scheme rooftop solar panel Income
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ