બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Earn money from corn flakes business start business and earn per day 4k rupees

કમાણી / દરરોજ 4 હજાર રૂપિયા કમાવવા હોય તો આ ધંધો શરૂ કરી દો, પહેલાં જ મહિને બની જશો લખપતિ

Noor

Last Updated: 09:35 AM, 27 July 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે કોઈ બિઝનેસ શરૂ કરીને લાખોની કમાણી કરવા માંગો છો તો અહીં જણાવેલા બિઝનેસ વિશે એકવાર જાણી લો.

  • આ બિઝનેસમાં દર મહિને થશે લાખો કમાણી
  • દરરોજ 4 હજાર સુધી કમાઈ શકો છો
  • આ વસ્તુની માર્કેટમાં ખૂબ જ ડિમાન્ડ છે

આ બિઝનેસમાં તમે દર મહિને 120000 રૂપિયા સુધી નફો મેળવી શકો છો. આ બિઝનેસ છે કોર્ન ફ્લેક્સનો બિઝનેસ. તમને જણાવી દઈએ કે, મકાઈનો ઉપયોગ સૌથી વધારે સવારે નાસ્તામાં થાય છે. આ હેલ્થ માટે ખૂબ જ સારી માનવામાં આવે છે. 

કેટલી જમીનની જરૂર પડશે?

આ વ્યવસાય શરૂ કરવા માટે તમારી પાસે સારી જમીન હોવી જોઈએ કારણ કે આ માટે એક પ્લાન્ટ સ્થાપિત કરવો પડશે અને સ્ટોક સ્ટોર કરવા માટે વેરહાઉસની પણ જરૂર પડશે. આ સિવાય, જો તમે મકાઈ ઉગાડવા માટેની જમીન જોઈ લેશો તો પછી તમારી કાચા માલની કિંમત ઓછી થશે. તમને જણાવી દઈએ કે તમારી પાસે કુલ 2000થી 3000 સ્ક્વેર ફૂટ સ્પેસ હોવી જોઈએ.

જરૂરી ઉપકરણો અને સામાન

જો આ વ્યવસાય માટે જરૂરી સાધનોની વાત કરીએ તો તમારે મશીનો, વીજળીની સુવિધા, જીએસટી નંબર, કાચો માલ, જગ્યા અને સ્ટોક રાખવા માટે વેરહાઉસની જરૂર પડશે.

જ્યાં મકાઈ ઉગાડવામાં આવી હોય ત્યાં ધંધો કરો

તમને જણાવી દઈએ કે આ વ્યવસાયમાં ઉપયોગમાં લેવાતી આ મશીનોનો ઉપયોગ ફક્ત મકાઈમાંથી બનાવેલા કોર્ન ફ્લેક્સ બનાવવા માટે જ નહીં, પણ ઘઉં અને ચોખાના ફ્લેક્સ બનાવવા માટે પણ થઈ શકે છે. આ વ્યવસાયનું સેટઅપ એવી જગ્યાએ કરવું જ્યાં મકાઈનું ઉત્પાદન વધુ છે. જો ક્યાંક દૂરથી મકાઈ લાવીએ અને તેના કોર્ન ફ્લેક્સ બનાવીએ, તો તે ખૂબ મોંઘું  પડશે, તેથી આપણે એવી જગ્યાની શોધ કરવી જોઈએ કે જ્યાં આપણે જાતે સારી ગુણવત્તાવાળી મકાઈ ઉગાડી શકીએ.

કેટલો ફાયદો થશે?

એક કિલો કોર્ન ફ્લેક્સ બનાવવાની કિંમત આશરે 30 રૂપિયા આવે છે અને તમે તેને બજારમાં સરળતાથી પ્રતિ કિલો 70 રૂપિયામાં વેચી શકો છો. જો તમે એક દિવસમાં 100 કિલો મકાઈના ફ્લેક્સ વેચો છો તો તમારો નફો લગભગ 4000 રૂપિયા થશે. સાથે જ જો તમે મહિનાનો આંકડો જોઈએ તો તમે 1,20,000 રૂપિયા સુધીની કમાણી કરી શકો છો.

તમારે કેટલું રોકાણ કરવું પડશે?

આ વ્યવસાયમાં રોકાણ તમારી યોજના પર આધારિત છે. જો તમે મોટા લેવલ પર શરૂઆત કરો છો તો તમારે વધુ પૈસા ખર્ચ કરવા પડશે અને જો તમારે નાના સ્તરે બિઝનેસ કરવો હોય તો ઓછાં રોકાણ પણ ચાલશે. 5થી 8 લાખ રૂપિયાના રોકાણથી તમે આ વ્યવસાય શરૂ કરી શકો છો.

સંકળાયેલા મુદ્દાઓ

business corn flakes earn money Income
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ