બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Earn money 2 lakh per month from Sahjan Farming know Learn what to do details here

તમારા કામનું / દર મહિને 2-3 લાખની કમાણી કરવી હોય તો આ બિઝનેસ શરૂ કરી દો, ક્યારેય નુકસાન નહીં થાય

Noor

Last Updated: 10:20 AM, 28 July 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે નોકરી છોડીને પોતાનો બિઝનેસ શરૂ કરવાનું વિચારી રહ્યાં છો તો તમારી પાસે સારી તક છે. આ કામ કરીને તમે દર મહિને 2-3 લાખ કમાઈ શકો છો. ચાલો જાણીએ.

  • સારી આવક માટે શરૂ કરો આ બિઝનેસ
  • દર મહિને 2-3 લાખ કમાણી થશે
  • આ વસ્તુની ખેતી કરીને કમાવો લાખો

આજના સમયમાં લોકો નોકરી છોડી ખેતી તરફ વળી રહ્યાં છે, કારણ કે લોકો પોતાના આરોગ્યને લઈ વધારે સજાગ થઈ ગયા છે. અત્યારે અમુક પાકોને ઉગાડીને સારી આવક મેળવી શકાય છે. આજકાલ સહજનની ખેતી એટલે કે સરગવા પર લોકોનું ફોકસ ઝડપથી વધી રહ્યું છે. તેનું સૌથી મોટું કારણ એ છે કે તેમાં અનેક લાભકારી ગુણ રહેલાં છે અને સાથે જ તેની ખેતી સરળતાથી કરી શકાય છે. ચાલો જાણીએ 10-15 લાખ રૂપિયા લગાવી કઈ રીતે દર મહિને 2-3 લાખ કમાવી શકાય છે. 

શરૂ કરો ખેતી 

તમને જણાવી દઈએ કે ભારતના મોટાભાગના રાજ્યોમાં સરગવાની ખેતી થાય છે. તેમાં ઘણાં પ્રકારના મલ્ટી વિટામિન, પ્રોટીન, એમિનો એસિડ્સ રહેલાં છે. છેલ્લા કેટલાક સમયથી દેશમાં હેલ્થ સપ્લીમેન્ટ્સની માંગમાં વધારો થયો છે. ઘણાં સ્ટાર્ટઅપ સહજન પર પ્રોસેસિંગ કરીને નવા હેલ્ધી ઉત્પાદનો બનાવી રહ્યાં છે. મહારાષ્ટ્રનો રહેવાસી પ્રમોદ પાનસરે પણ આ જ ધંધો કરી રહ્યો છે. છેલ્લા બે વર્ષથી સહજનના પાંદડા અને હળદરની મદદથી તે દેશભરમાં ચોકલેટ, ચિક્કી, ખાખરા અને નાસ્તાનું માર્કેટિંગ કરે છે. હાલમાં તે દર મહિને ત્રણ લાખ રૂપિયાનો ધંધો કરે છે.

કેવી રીતે આ બિઝનેસ કરવો

એક મીડિયા રિપોર્ટ અનુસાર, પ્રમોદે આ ધંધામાં 15 લાખ રૂપિયાનું રોકાણ કર્યું અને એક ઓફિસ ખોલી. ત્યારબાદ ફૂડ લાઇસન્સ સહિ‌ત જરૂરી દસ્તાવેજો એકઠા કરી વ્યવસાય શરૂ કર્યો. પ્રમોદે જણાવ્યું કે તેમણે હેલ્ધી ફૂડ સપ્લિમેન્ટ્સ પર ફોકસ કરવાનું શરૂ કર્યું. જેના કારણે અમારા ધંધાનો વ્યાપ વધારવામાં ખૂબ મદદ મળી. અમારા ઉત્પાદનોની માંગ વધી છે.
ગઈ. 

આ રીતે કરો માર્કેટિંગ

પ્રમોદ મુજબ, શરૂઆતમાં તે સ્ટોલ લગાવીને તેના ઉત્પાદનોનું માર્કેટિંગ કરતો હતો. પછી જ્યારે તેના ઉત્પાદનોની માંગ વધવાનું શરૂ થયું, ત્યારબાદ રિટેલર્સ અને મોટા જથ્થાબંધ ડીલર્સનો સંપર્ક કરીને માર્કેટિંગ શરૂ કર્યું. સાથે જ પ્રમોશન માટે સોશિયલ મીડિયાની પણ મદદ લીધી.
 

સંકળાયેલા મુદ્દાઓ

Details Sahjan Farming earn money Income
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ