આજકાલ લોકો પૈસા કમાવવા માટે માત્ર પ્રાઇવેટ અથવા સરકારી જોબ પર જ નિર્ભર કરતા નથી પરંતુ એ ઓનલાઇન કમાણી પણ કરે છે. આમ તો ઓનલાઇન કમાણી કરવા માટે ઘણી રીતો છે પરંતુ એમાંથી એક રીત આજકાલ ઝડપથી ફેમસ થઇ રહી છે. એમાં વેબસાઇટ બનાવીને કમાણી કરવાની રીત સૌથી આગળ છે. તમને જણાવી દઇએ કે આજકાલ લોકો કોઇ વિષયથી જોડાયેલી વેબસાઇટ બનાવી લે છે ત્યાર બાદ એ વેબસાઇટની મદદથી સારી કમાણી કરે છે. જો તમે પણ ઘરે બેઠા કમાણી કરવા ઇચ્છો છો તો આ રીત તમારા માટે ખૂબ ખાસ છે અને આજે અમે તમને વેબાસઇટ દ્વારા કમાણી કરવાની રીત જણાવવા જઇ રહ્યા છીએ.
જો તમે કોઇ વેબસાઇટ બનાવવાનું વિચારી રહ્યા છો તો સૌથી પહેલા તમારે એખ ફીલ્ડ સિલેક્ટ કરવી પડશે. જે એ વેબસાઇટ પર દેખાડવામાં આવશે. જણાવી દઇએ કે તમે જે પ્રોડક્શનથી જોડાયેલા છો એનાથી જોડાયેલી વેબસાઇટ બનાવી શકો છો અને પછી તમારે તમારી વેબસાઇટ પર એવો જ કન્ટેન્ટ નાંખવો પડશે. આ કન્ટેન્ટ રોચક હોવો જોઇએ જેનાથી વધારેમાં વધારે લોકો તમારી વેબસાઇટ પર વિઝિટ કરે. જેનાથી તમારા પેજવ્યૂઝ વધે છે. તમારે આ કન્ટેન્ટ દરરોજ તમારી વેબસાઇટ પર અપલોડ કરવો પડશે.
જો તમે કોઇ ન્યૂઝ વેબસાઇટ બનાવી રહ્યા છો તો તમારે તમારી સાઇટ પર ન્યૂઝ અપડેટ કરવા પડશે. આ ન્યૂઝ તમારે દરરોજ અપડેટ કરવા પડશે. જો તમે ઇચ્છો છો વધારેમાં વધારે લોકો તમારી વેબસાઇટ પર આવે તો તમારે વેબસાઇટ પર હંમેશા ઓરીજીનલ કન્ટેન્ટ નાંખવો પડશે. સાથે એમાં સમયાંતરે અપડેટ પણ કરવો પડે છે. જ્યારે એક વખત તમારી વેબસાઇટ પર લોકો આવવાનું શરૂ કરી દેશે તો તમને વધારે એડ મળવા લાગશે. જેનાથી તમે સારી કમાણી કરી શકશો. આ કમાણી તમારી એડ પર આવનારી ક્લિક પર નિર્ભર કરે છે. જણાવી દઇએ કે વેબસાઇટ પર આ પ્રકારે તમે મહિનામાં 50 000થી 1 લાખ રૂપિયા સુધીની કમાણી કરી શકો છો.