બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / Tech & Auto / Technology / ટેક અને ઓટો / ફેસબુક અને ઈન્સટાગ્રામથી સરળ રીતે કરો કમાણી, લોન્ચ થયા 4 બિઝનેસ પ્લાન
Last Updated: 08:59 PM, 17 July 2024
ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર બિઝનેસ ચલાવવા માટે પૈસા ખર્ચીને તમે વધુ સુવિધાઓ મેળવી શકો છો. મેટા પ્લેટફોર્સએ ભારતીય વ્યવસાયોને ટેકો આપવા માટે સબસ્ક્રિપ્શન પ્લાન લૉન્ચ કર્યા છે. વ્યવસાય માટે મેટા વેરિફાઈડ પ્લાન્સ માસિક રૂ. 639 થી શરૂ થઇ રૂ. 21,000 સુધીના છે. કંપનીના જણાવ્યા અનુસાર હાલમાં આ પ્લાન્સ પર ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ પ્લાન તમારા વ્યવસાયને આગળ લઈ જવા માટે ખૂબ જ ઉપયોગી થઈ શકે છે.
ADVERTISEMENT
4 બિઝનેસ પ્લાન મેટા વેરિફાઈડ હેઠળ આવ્યા
કંપનીએ ગયા વર્ષે બિઝનેસ માટે મેટા વેરિફાઈડ શરૂ કર્યું હતું. આ પાયલોટ પ્રોજેક્ટ દ્વારા, કંપની એ જાણવા માંગતી હતી કે લોકો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર તેમનો બિઝનેસ કેવી રીતે વધારી શકે છે. 2024 ની શરૂઆતમાં Meta એ 4 સબસ્ક્રિપ્શન પ્લાન લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. હવે આ મેટા વેરિફાઈડ પ્લાન તમામ ગ્રાહકો માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. આ નવા પ્લાન્સમાં તમને Facebook અને Instagram પર એકાઉન્ટ સપોર્ટ સહિત નવી બિઝનેસ તકો પણ પૂરી પાડવામાં આવશે.
ADVERTISEMENT
વેરિફાઇડ થવાથી ગ્રાહકોને વધશે ભરોસો
કંપનીએ આ સબસ્ક્રિપ્શન પ્લાન માર્કેટમાંથી મળેલા પ્રતિસાદના આધારે તૈયાર કર્યા છે. ઉદ્યોગપતિઓએ મેટાને જણાવ્યું હતું કે વેરિફિકેશનથી તેમને ગ્રાહકોનો વિશ્વાસ મેળવવામાં મદદ મળે છે. લોકો તેમની સાથે વધતી સંખ્યામાં જોડાવા લાગે છે. મોટાભાગના બિઝનેસમેને કહ્યું છે કે મેટા વેરિફાઈડનો સૌથી મોટો ફાયદો ગ્રાહકોનો વિશ્વાસ છે. તેની મદદથી તેઓ તેમની બ્રાન્ડની વિશ્વસનીયતા બનાવી શકે છે અને તેને Facebook અને Instagram પર ઝડપથી વધારી શકે છે.
વધું વાંચોઃ તમારા સ્માર્ટ ફોનની પણ હોય છે એક્સપાયરી ડેટ! જાણો ક્યાથી અને કેવી રીતે ચેક કરવી
તમે વ્યવસાયની જરૂરિયાતો અનુસાર પસંદ કરો પ્લાન
હાલમાં મેટાના આ સબ્સ્ક્રિપ્શન પ્લાન્સ આઇઓએસ અથવા Android દ્વારા Facebook, Instagram અને વોટ્સએપ પર ખરીદી માટે ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. આ સિવાય તમે મેટાની આ એપ્સ પર બંડલ સબસ્ક્રિપ્શન પણ લઈ શકો છો. મેટાએ ગ્રાહકોને અનેક પ્રકારના વિકલ્પો આપ્યા છે. બિઝનેસની જરૂરિયાતો અનુસાર આ 4 પ્લાનમાંથી કોઈપણ પસંદ કરી શકે છે. તમે મેટા એજન્ટ સાથે ચેટ અથવા ઈમેલ દ્વારા કોઈપણ સમયે માહિતી મેળવી શકો છો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.