બ્રેકિંગ ન્યુઝ
Kinjari
Last Updated: 11:00 AM, 12 October 2021
ADVERTISEMENT
પોસ્ટ ઓફિસ સાથે જોડાઈને તમે દર વર્ષે લાખો રૂપિયા કમાઈ શકો છો. અહીં અમે તમને પોસ્ટ ઓફિસની ફ્રેન્ચાઈઝી વિશે જણાવી રહ્યાં છે. તમે પોસ્ટ ઓફિસને તમારી કમાણીનું સાધન બનાવી શકો છો અને આ માટે ન તો વધારે રોકાણની જરૂર છે અને ન તો કોઈ ડિગ્રી-ડિપ્લોમાની જરૂર પડે છે. માત્ર આઠમું પાસ કરનાર વ્યક્તિ પણ પોસ્ટ ઓફિસને આવકનો સ્ત્રોત બનાવી શકે છે.
ADVERTISEMENT
પોસ્ટ ઓફિસ ફ્રેન્ચાઈઝી લઈને તમે દર મહિને 50 હજાર રૂપિયા સુધી કમાઈ શકો છો. ફ્રેન્ચાઇઝી લઈને તમે ગામ અથવા શહેરમાં પોસ્ટ ઓફિસમાં થતાં કામ કરીને કમાણી શરૂ કરી શકો છો. તમને જણાવી દઈએ કે દેશભરમાં એવી ઘણી જગ્યાઓ છે, જ્યાં પોસ્ટ ઓફિસ ખોલવાની જરૂર છે, પરંતુ આ સુવિધા ત્યાં પૂરી પાડી શકાતી નથી, તેથી ત્યાંના લોકોને ટપાલ સુવિધાઓ આપવા માટે ફ્રેન્ચાઈઝી આઉટલેટ ખોલવામાં આવે છે.
કોણ લઈ શકે છે ફ્રેન્ચાઈઝી
ફ્રેન્ચાઇઝી લેનાર વ્યક્તિની ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ. કોઈપણ ભારતીય નાગરિક પોસ્ટ ઓફિસની ફ્રેન્ચાઇઝી લઈ શકે છે. ફ્રેન્ચાઇઝી લેનાર વ્યક્તિ પાસે માન્ય શાળામાંથી 8મું ધોરણ પાસનું પ્રમાણપત્ર હોવું આવશ્યક છે.
પોસ્ટ ઓફિસ ફ્રેન્ચાઇઝી લીધા પછી કમીશન દ્વારા કમાણી થાય છે. આમાં તમે રજિસ્ટર્ડ આર્ટિકલ, સ્પીડ પોસ્ટ બુકિંગ, મની ઓર્ડર, રજિસ્ટ્રી, પોસ્ટલ સ્ટેમ્પ, પોસ્ટલ સ્ટેશનરી અને મની ઓર્ડર ફોર્મ વેચીને કમાણી કરી શકો છો.
કઈ રીતે ફ્રેન્ચાઈઝી લેવી
તમને જણાવી દઈએ કે પોસ્ટ ઓફિસ દ્વારા બે પ્રકારની ફ્રેન્ચાઇઝી આપવામાં આવે છે. પ્રથમ ફ્રેન્ચાઇઝી આઉટલેટની છે અને બીજી પોસ્ટલ એજન્ટ્સની ફ્રેન્ચાઇઝી છે. તમે આમાંથી કોઈપણ ફ્રેન્ચાઇઝી લઈ શકો છો. આ ઉપરાંત આવા એજેન્ટ્સ શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં પોસ્ટલ સ્ટેમ્પ્સ અને સ્ટેશનરી ડોર ટૂ ડોર પહોંચાડે છે. તેને પોસ્ટલ એજન્ટ્સ ફ્રેન્ચાઇઝી તરીકે ઓળખાય છે.
ફ્રેન્ચાઇઝી માટે અરજી કરવા સૌ પ્રથમ તમારે ફોર્મ ભરવું પડશે અને સબમિટ કરવું પડશે. સિલેક્શન થવા પર ઇન્ડિયા પોસ્ટ સાથે એક એમઓયુ પર સાઈન કરવું પડશે. અરજી કરવા ઇન્ડિયન પોસ્ટ વેબસાઇટની સત્તાવાર લિંક પર ક્લિક કરી શકો છો. અહીંથી તમે ફોર્મ ડાઉનલોડ કરી શકો છો અને ફ્રેન્ચાઇઝી માટે અરજી કરી શકો છો.
અરજી કર્યા પછી ફ્રેન્ચાઇઝી માટે પસંદ કરાયેલા લોકોએ પોસ્ટ વિભાગ સાથે એક કરાર કરવો પડશે. આ કરાર પછી તમે લોકોને ટપાલ વિભાગમાં આપવામાં આવતી સુવિધાઓ આપવાનું કામ શરૂ કરી શકો છો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.