બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / Earlier, Norte did this work in 35 states and Union Territories of PM Modi's gift to the country

ઉત્તરાખંડ / પહેલા નોરતે PM મોદીની દેશને ભેટ, દેશના 35 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કર્યું આ કામ

ParthB

Last Updated: 01:00 PM, 7 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તરાખંડના ઋુષિકેશ AIIMS માંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 35 PSA પ્લાન્ટનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા પણ હાજર હતા.

  •  35 રાજ્યો સહિત કેન્દ્વ શાસિત પ્રદેશોમાં ઓક્સિજન પ્લાન્ટની ભેટ આપી
  • કોરોના સામેની લડત આપણી ક્ષમતા દર્શાવે છે 
  • કોરોના રસીના 93 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે- મોદી

35 રાજ્યો સહિત કેન્દ્વ શાસિત પ્રદેશોમાં ઓક્સિજન પ્લાન્ટની ભેટ આપી 

પીએમ નરેન્દ્વ મોદી દેશના 35 રાજ્યો અને કેન્દ્વ શાસિત પ્રદેશોને ઓક્સિજન પ્લાન્ટની ભેટ આપવા માટે ઉત્તરાખંડના ઋુષિકેશમાં પહોંચ્યા છે.ઋુષિકેશના એઈમ્સમાંથી પીએમ મોદીએ વર્ચ્યુઅલ 35 પીએસએ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું. આ પછી પીએમએ ઉત્તરાખંડમાં જાહેર સભાને સંબોધી.

કોરોના સામેની લડત આપણી ક્ષમતા દર્શાવે છે 

પીએમ મોદીએ કહ્યું કે, આજથી નવરાત્રીનો પવિત્ર તહેવાર પણ શરૂ થઈ રહ્યો છે. આજે પ્રથમ દિવસે મા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. માતા શૈલપુત્રી હિમાલયની પુત્રી છે. અને આ દિવસે હું અહીં છું આ માટીને હિમાલયની આ ભૂમિને  નમન કરવા માટે અહીં આવી રહ્યો છું, આનાથી મોટો આશીર્વાદ શું હોઈ શકે. તેમણે કહ્યું કે 20 વર્ષની આ અખંડ યાત્રા આજે તેના 21 માં વર્ષમાં પ્રવેશ કરી રહી છે. આવી ભૂમિ પર આવા મહત્વના પ્રસંગે આવવું હું એક મોટો લહાવો માનું છું, જે ભૂમિએ મને સતત તેનો સ્નેહ અને લગાવ આપ્યો છે. મોદીએ કહ્યું કે કોરોના સામે લડવા માટે ભારતે આટલા ઓછા સમયમાં જે સુવિધાઓ તૈયાર કરી છે તે આપણા દેશની ક્ષમતા દર્શાવે છે.

કોરોના રસીના 93 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે- મોદી

વડાપ્રધાને કહ્યું કે દરેક ભારતીય માટે ગૌરવની વાત છે કે કોરોના રસીના 93 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. બહુ જલદી આપણે 100 કરોડનો આંકડો પાર કરીશું. ભારતે કોવિન પ્લેટફોર્મ બનાવીને સમગ્ર વિશ્વને રસ્તો બતાવ્યો છે કે, આટલા મોટા પાયે કેવી રીતે રસીકરણ કરવામાં આવે છે. તેમણે કહ્યું કે આજે સરકાર નાગરિકો તેમની સમસ્યાઓ સાથે આવે તેની રાહ જોતી નથી, પછી તેઓ કોઈ પગલાં લેશે. અમે સરકારની માનસિકતા અને વ્યવસ્થામાંથી આ ગેરસમજ દૂર કરી રહ્યા છીએ. હવે સરકાર નાગરિક પાસે જાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ