બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / 'પંચાયત 4' પર મેકર્સે આપ્યા ગુડ ન્યૂઝ, જાણો ક્યારે રિલીઝ થશે વેબ સિરીઝની નવી સિઝન
Last Updated: 08:58 PM, 6 August 2024
એમેઝોન પ્રાઇમ વીડિયોની અદ્ભુત વેબ સિરીઝ પંચાયત સીઝન 4 અંગે એક નવી માહિતી સામે આવી છે. આ માહિતી જાણ્યા પછી ચાહકો આનંદથી ઉછળી પડશે. પંચાયત 3 માં પ્રહલાદ પાંડેની ભૂમિકા ભજવનાર અભિનેતા ફૈઝલ મલિકે તેની સીઝન 4 વિશે નવી માહિતી શેર કરી છે. તેણે આ સિરીઝના શૂટિંગ દરમિયાનનો પોતાનો અનુભવ શેર કર્યો છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે પંચાયત 4 પર કામ આવતા વર્ષ એટલે કે 2025થી શરૂ થશે. 'પંચાયત 3' આ વર્ષે 28 મેના રોજ એમેઝોન પ્રાઇમ વીડિયો પર સ્ટ્રીમ કરવામાં આવી હતી, જેને ચાહકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી હતી. 'પંચાયત 3' પછી હવે ચાહકો તેની આગળની વાર્તા જાણવા આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
આ વેબ સિરીઝની ત્રણ સફળ સિઝન પછી નિર્માતાઓએ એવો પણ ખુલાસો કર્યો હતો કે તેઓ 'પંચાયત'ની ઓછામાં ઓછી બે વધુ સીઝન લાવવાના છે. હવે 'પંચાયત'ના ચાહકો સીરિઝની આગામી સિઝન એટલે કે 'પંચાયત 4'ની રિલીઝની રાહ જોઈ રહ્યા છે. લોકો એ જાણવા ઉત્સુક છે કે તેઓ ક્યારે 'પંચાયત 4'ને તેમની સ્ક્રીન પર જોઈ શકશે. 'પંચાયત 4'ની રાહ જોઈ રહેલા ચાહકોએ હવે ધીરજ રાખવી પડશે. કારણ કે 'પંચાયત'ની આગામી સિઝન બહાર આવતાં બે વર્ષનો સમય લાગી શકે છે. કારણ કે અત્યાર સુધી મેકર્સે ત્રણ સિઝન વચ્ચે માત્ર બે વર્ષનું અંતર રાખ્યું છે. પ્રથમ સિઝન 2020માં રિલીઝ થઈ હતી, ત્યારબાદ બીજી સિઝન 2022માં અને ત્રીજી સિઝન 2024માં રિલીઝ થઈ હતી. ઘણા મીડિયા અહેવાલો અનુસાર, જો નિર્માતાઓ આ દિશામાં ચાલુ રહે તો 'પંચાયત 4' વર્ષ 2026 માં રિલીઝ થવાની આશા છે.
વધુ વાંચો : ફેમસ એક્ટ્રેસની પુત્રીનું વાઈના હુમલાથી અવસાન થતાં બોલીવુડમાં શોક, નાની ઉંમરે અલવિદા
આ વેબ સિરીઝના ડાયરેક્ટરે કહ્યું હતું કે તેણે સીઝન 4ની સ્ટોરી લખવાનું શરૂ કરી દીધું છે. તેણે કહ્યું- અમે ચોથી સિઝન લખવાનું શરૂ કર્યું છે. અમારા માટે સામાન્ય રીતે બે સિઝન વચ્ચે કોઈ વિરામ નથી. ત્રીજી સિઝન પૂરી થઈ ગઈ છે અને અમે ત્રણથી ચાર એપિસોડ લખ્યા છે. આ સાથે ડાયરેક્ટરે પાંચમી સિઝનની પણ જાહેરાત કરી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સાંસદ સેક્સ સ્કેન્ડલ / લેડી બોસના સેક્સી કારનામા, ઓફિસના મર્દો સાથે બાંધ્યાં સંબંધો, ઓરલ કરાવ્યું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સાંસદ સેક્સ સ્કેન્ડલ / લેડી બોસના સેક્સી કારનામા, ઓફિસના મર્દો સાથે બાંધ્યાં સંબંધો, ઓરલ કરાવ્યું
ADVERTISEMENT