બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:24 PM, 18 June 2025
E Challan data : 51 હજાર કરોડ માટે કુલ 34 કરોડ ઈ-મેમો, પ્રત્યેક ચલણ દીઠ 1490 નો બન્યો સરેરાશ આંકડો. કેન્દ્ર સરકાર દ્રારા દેશના વાહનચાલકોને છેલ્લા 10 વર્ષમાં 51 હજાર કરોડથી વધુની રકમના ઈ મેમો ફટકારવામાં આવ્યા છે. જેમાં કુલ 34 કરોડ ઈ મેમો જારી કરાયા છે. જે પૈકીમાંથી 38 ટકા જેટલી રકમની વસુલાત થઈ છે. આઈટીઆઈમાં સરકારે આપેલી સત્તાવાર માહિતીમાં આ ખુલાસો થયો છે. ટુ થી ફોર વહીલ અને ટ્રાન્સપોર્ટ વેહિકલ માટે 34 કરોડ ઈ-મેમો ફટકારવામાં આવ્યા છે. જારી કરવામાં આવેલ કુલ 34,51,12,801 ઈ-ચલણ સામે 38.11% એટલે 13,15,34,132 ઈ-ચલણની ભરપાઈ થયેલ છે. 21,35,78,669 ઈ-ચલણની વસુલાત હજુ બાકી છે.
ADVERTISEMENT
કરોડો રૂપિયાનાં ચલણ પરંતુ 37 ટકાની જ ભરપાઇ
રૂ. 5,14,42,25,02,183/- ઈ-ચલણ સામે 37.62% અટલે રૂ. 1,93,51,59,29,818/- ની રકમ વસૂલાત થયેલ છે. રૂ. 3,20,90,65,72,365/- ની રકમ વસુલવાની હજુ બાકી છે. 10 વર્ષમાં કોર્ટમાં મોકલવામાં આવેલ ઈ-ચલણની સંખ્યા 9,24,76,453 છે. જેમાં 1,47,24,224 ઈ-ચલણનો નિકાલ થઇ ગયેલ છે. હજુ 7,77,52,229 ઈ-ચલણના કેસ પેન્ડિંગ છે. છેલ્લા 10 વર્ષમાં સૌથી વધુ ઈ-ચલણ જારી કરનાર 5 રાજ્યમાં તમિલનાડુ (7,20,88,715) ઉત્તરપ્રદેશ (6,82,55,430) કેરાલા (3,49,59,345) હરિયાણા (1,76,63,219) દિલ્લી (1,36,72,735) છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : પ્લેનમાં ફસાયા મુખ્યમંત્રી, એરપોર્ટ પર ભારે અંધાધૂંધીનો માહોલ
10 વર્ષનો ડેટા RTI માં થયો જાહેર
ADVERTISEMENT
છેલ્લા 10 વર્ષમાં સૌથી વધુ રેવન્યુ આવક ધરાવતા 5 રાજ્યોમાં ઉત્તરપ્રદેશ (રૂ. 3,622,04,86,605/-) હરિયાણા (રૂ. 2,060,45,81,519/-) રાજસ્થાન (રૂ.1,953,25,01,937/-) બિહાર (રૂ.1,838,74,78,973/-) મહારાષ્ટ (રૂ.1,514,72,79,011/-) મોખરે છે. તા.-01.05.2024 થી 31.05.2025 સુધીના એક વર્ષના સમયગાળામાં 9,36,88,430 જેટલા ઈ-ચલણ તમામ રાજ્યો અને કેન્દ્ર શાશિત પ્રદેશો મળીને વાહન ચાલકોને પાઠવવામાં આવેલ છે.
અબજો રૂપિયા વસુલવાનાં બાકી
ADVERTISEMENT
છેલ્લા 1 વર્ષમાં જારી કરેલ ચલણ રૂ. 1,62,51,93,92,648/- પૈકી 22.32% અટલે રૂ. 36,28,07,21,892/- આવક થયેલ છે અને રૂ.1,26,23,86,70,756/- હજુ વાહન ચાલકો પાસેથી વસૂલવાનું બાકી છે. છેલ્લા 1 વર્ષમાં સૌથી વધુ ઈ-ચલણ જારી કરનાર 5 રાજ્યમાં ઉત્તરપ્રદેશ (1,78,64,476) તમિલનાડુ (1,27,51,060) કેરાલા (1,16,99,312) ગુજરાત (68,90,741) હરિયાણા (41,93,801) નો સમાવેશ થાય છે.
સુરતનાં નાગરિક દ્વારા કરવામાં આવી આઇરટીઆઇ
ADVERTISEMENT
ઉપરોક્ત તમામ માહિતીઓ સુરત શહેરના જાગૃત નાગરિક સંજય ઇઝાવા દ્વારા એમ પરિવહન ડિપાર્ટમેન્ટ (ડિજિટલ ટ્રાફિક / ટ્રાન્સપોર્ટ એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ)ને કરવામાં આવેલ RTI અંતર્ગત આપવામાં આવેલ માહિતીમાંથી ઉપલબ્ધ થયું છે. વાહન ચલાવવા વાળાના નિયમભંગ પકડીને ઈ-મેમો પાઠવીને નાગરિકો પાસેથી કરોડોની વસૂલી કરી રહી છે સરકાર.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.