બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / DyCM Nitin Patel's Statement regarding joining Patidars in OBC

રાજકારણ / ...તો આ રીતે પાટીદારો સહિત જ્ઞાતિઓનો OBCમાં સમાવેશ કરીશું, નીતિન પટેલનું મોટું નિવેદન

Kiran

Last Updated: 02:00 PM, 11 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યનાં ઉપમુખ્યમંત્રી નીતિન પટેલે પાટીદારોને OBCમાં અનામત આપવા અંગે મોટું નિવેદન આપ્યું છે.

  • પાટીદારોને OBCમાં જોડવા અંગે નીતિન પટેલનું નિવેદન 
  • કોઈપણ જ્ઞાતિ જો ઓબીસીમાં જોડાવા પાત્ર હશે ત્યારે સર્વે થશે
  • જે તે જ્ઞાતિનું સંગઠન માંગણી કરશે તો તેનો નિયમ મુજબ સર્વે થશે

અમદાવાદમાં આજે પાટીદારોની મોટી સંસ્થા સરદાર ધામનું લોકાર્પણ કરવામાં આવ્યું છે જેમા વડાપ્રધાન મોદી પણ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા ત્યારે રાજ્યનાં ઉપમુખ્યમંત્રી નીતિન પટેલે કાર્યક્રમ બાદ પાટીદારોને OBCમાં અનામત આપવા અંગે મોટું નિવેદન આપ્યું છે. ગુજરાતમાં આગામી વર્ષે વિધાનસભા ચૂંટણી છે ત્યારે પાટીદારોને અનામતનો મુદ્દો અત્યારથી ગરમાઈ રહ્યો છે.



 

પાટીદારોને OBCમાં જોડવા અંગે નીતિન પટેલનું નિવેદન 

જે પ્રકારે કેન્દ્ર સરકાર દ્વારા પાલાર્મેન્ટમાં કાયદો પસાર કરી બંધારણનીય સુધારો કરવામાં આવ્યો છે તેને લઈને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મહત્વનું નિવેદન આપતા કહ્યું કે હાલ ગુજરાતમાં કોઈપણ જ્ઞાતિએ ઓબીસીમાં જોડાવવાની માંગ કરવામાં આવી નથી. જે તે જ્ઞાતિ કે સંગઠન માંગ કરશે તો તેને નિયમ મુજબ સર્વે કરીને ગુજરાત સરકાર કાર્યપદ્ધતિ અને નીતિ નિયમો અને સર્વેનો અભ્યાસ કરાવીને જે જ્ઞાતિ પછાત વર્ગમાં સામેલ થવા પાત્ર હશે તેની ભલામણ એના પંચ દ્વારા કરવામાં આવશે તેવું DyCM નીતિન પટેલે જણાવ્યું છે મહત્વનું છે કે પહેલા સત્તા કેન્દ્ર પાસે હતી તે રાજ્યોને આપવામાં આવી છે, પરતું હાલ કોઈ પણ  કોઈપણ જ્ઞાતિની ઓબીસીમાં જોડાવાની માંગ આવી નથી તેવું પણ નાયબ મુખ્યમંત્રી દ્વારા જણાવાયું છે. 

નીતિન પટેલે આપ્યો જવાબ 

આજે અમદાવાદમાં આવેલ સરદારધામનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે ત્યારે નીતિન પટેલે કાર્યક્રમ બાદ કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી પર નિશાન સાધતાં કહ્યું હતું કે તાલિબાનોને ખાલી કોંગ્રેસ જ યાદ કરી શકે. આજના દિવસે તાલિબાનને યાદ ન કરી શકાય, પરેશભાઈનાં નિવેદનને હું વખોડી કાઢું છું. 9/11ના દિને તાલિબનોને યાદ કરવાની જરૂર નથી. 

શું કહ્યું હતું ધાનાણીએ?

નોંધનીય છે કે કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ ગુજરાત સરકારની તુલના તાલિબાન સાથે કરી હતી. તેમણે ટ્વિટ કરીને કહ્યું હતું કે તાલિબાન ગુજરાતની રાહ પર છે. ગુજરાતના "આધુનિક તાલિબાનો"એ તો 20 વર્ષ પહેલા જ આંદોલન ઉપર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવી દીધો હતો. શું હવે ગુજરાતની રાહ ઉપર જ અફઘાની તાલિબાનો આગળ વધી રહ્યા છે?
ધાનાણીનાં આ ટ્વિટ બાદ સોશ્યલ મીડિયામાં ભારે વિવાદ પણ થઈ રહ્યો છે. આ સિવાય આજે લોકાપર્ણ કરાયેલ સરદાર ધામ વિશે ધાનાણીએ કહ્યું હતું કે સુંદર મજાની સંસ્થા ગુજરાત અને દેશને અર્પણ કરવામાં આવી છે. સમાજના 18 વર્ણોને તાંતણે જોડી કામ કરે એવી અપેક્ષા સાથે સિંહનું કાળજું રાખો અને સાચું બોલોને સંસ્થા વળગી રહે એ જરૂરી છે. સરદારધામ સરદારના સિદ્ધાંતોને આગળ ધપાવે એવી આશા. 

પાટીદારો ક્યારેય સંકુચિત થયા નથી : નીતિન પટેલ 

સરદાર ધામ વિશે નીતિન પટેલે કહ્યું હતું કે સૌનો સાથ સૌનો વિકાસ સૂત્ર ચરિતાર્થ થતુ દેખાય છે અને સરદાર ધામે સમાજનો સાથ મેળવ્યો છે. પાટીદાર સમાજ ક્યારેય સંકુચિત નથી થયો અને અત્યારે સરદારધામમાં 1600 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. દરેક સમાજની તંદુરસ્ત હરિફાઈ શરૂ થઈ છે.

ફોર્ડ કંપનીની જાહેરાત અંગે નીતિન પટેલનું નિવેદન

ગુજરાત રાજ્યમાં ફોર્ડ કંપનીએ ઉત્પાદન બંધ કરવાની જાહેરાત કરી છે ત્યારે ડેપ્યુટી મુખ્યમંત્રી નીતિન પટેલે સફાઇ આપતા કહ્યું કે ફોર્ડ કંપની સંપૂર્ણ કામ બંધ નહીં કરે, ગુજરાતમાં એન્જીન બનાવવાનું કામ ચાલુ રાખશે. ફોર્ડનાં યુનિટમાં બીજી કોઈ કંપની પોતાનું કામ શરૂ કરી દેશે. 

રામદાસ અઠાવલેએ કહ્યું હતું કે EBC યોગ્ય નિર્ણય 

આ પહેલા કેન્દ્રિયમંત્રી રામદાસ અઠાવલેએ પણ પાટીદાર સમાજને OBCમાં સમાવાને લઇને પણ મહત્વનું નિવેદન આપ્યું હતું જેને લઈ રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો તેમણે કહ્યું હતું કે પાટીદારોની ઓબીસીમાં સામેલ ન કરી શકાય તેમને અલગ ક્વોટો બનાવીને અનામત આપી શકાય છે. વધુમાં રામદાસ અઠાવલેએ EBC  યોગ્ય નિર્ણય છે પરતું સમાજને પુરતો લાભ નથી મળતો ત્યારે જેમની આવક 8 લાખથી ઓછી છે તેવા લોકોને અનામત લાભ મળે તેવો કાયદો બનાવવો જોઈએ ત્યારે પાટીદારોને OBCમાં સમાવવાની માંગને લઈ પ્રશ્ન પૂછાતા અઠાવલેએ જણાવ્યું હતું કે OBCમાં તેમનો સમાવેશ કરી શકાતો નથી ત્યારે તેમને અલગ ક્વોટો બનાવીને અનામત આપી શકાય છે તેવું જણાવ્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ