પાટણમાં નીતિન પટેલના હસ્તે હાઇવે માર્ગનું કરાયું લોકાર્પણ, અનેક નેતાઓએ કાર્યક્રમમાં આપી હાજરી

By : hiren joshi 11:14 PM, 24 September 2018 | Updated : 11:14 PM, 24 September 2018
પાટણઃ આજ રોજ પાટણ નવજીવન ચાર રસ્તા ખાતે માર્ગ અને મકાન વિભાગ દ્વારા પાટણ જિલ્લાના વિવિધ રસ્તાઓનો ચારમાર્ગીયકરણ કામોનું ગુજરાત સરકારના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે શ્રમ અને રોજગાર મંત્રી દિલીપ ઠાકોર, ગુજરાત પ્રદેશના મહામંત્રી કે.સી.પટેલ, પાટણ કલેક્ટર આનંદ પટેલ સહિતના આગેવાનોએ કાર્યક્રમ હાજરી આપી હતી. નીતિન પટેલની સ્પીચ શરૂ થતાં નીતિન પટેલે ભારત માતા કી જય બોલાવતા સભા સ્થળમાંથી કોઈ અવાજ ના આવતા નીતિન પટેલને રીતસરની ભારત માતા કી જય બોલાવવા માટે હાંકલ કરવી પડી હતી.

નીતિન પટેલે લોકોને જણાવ્યું હતું કે, ભારતમાં ભારત માતાકી જઈ તમે નહીં બોલો તો બીજું કોણ બોલશે તેવો પ્રશ્નાર્થ પણ કર્યો હતો. જોકે નીતિન પટેલે પોતાના ભાષણમાં સરકારના વિકાસના કામો તેમજ પાટણ જિલ્લામાં કરેલા ખર્ચના આંકડા લોકોને આપ્યા હતા. તો સાથે જ શ્રમ અને રોજગાર મંત્રી દિલીપ ઠાકોરની માંગ હતી કે હારિજમાં સર્કિટહાઉસ બનાવવામાં આવે તે માંગને સ્વીકારવામાં આવી હતી. 

આજ રોજ પાટણ ખાતેના સભાસ્થળેથી ઉપ.મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. હારીજને નવું સર્કીટ હાઉસ બનાવી આપવામાં આવશે. ત્યારબાદ પોતાનું ભાષણ પૂર્ણ કરી નીતિન પટેલે મીડિયાને મળ્યા વગર જ ચાલતી પકડી હતી અને મીડિયા ના સવાલોના જવાબ આપવાનું ટાળ્યું હતું.Recent Story

Popular Story