DyCM Nitin Patel coronavirus lockdown effect gujarat businesses income
ગુજરાત /
રાજ્યના અર્થતંત્રને કાબૂ કરવા સરકારે લીધા આ નિર્ણયો, ધારાસભ્યો-મંત્રીઓના પગારમાં 30%નો ઘટાડો, હવે પછી સરકાર...
Team VTV07:55 PM, 15 Jun 20
| Updated: 08:06 PM, 15 Jun 20
કોરોના કારણે દેશભરમાં લૉકડાઉન લગાવવામાં આવ્યું હતું જેને લઇ વ્યાપાર ધંધાને મોટો ફટકો પડ્યો છે. ત્યારે આ ખર્ચે પહોંચી વળવા ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે લૉકડાઉનના કારણે રાજ્ય સરકારને થયેલી ખોટની વિગત આપી છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે, લૉકડાઉનના કારણે વેપાર ધંધા બંધ હતા, જેથી વેરા-જીએસટીની આવકમાં ઘટાડો થયો છે. જેથી પેટ્રોલ-ડીઝલની આવકમાં પણ ઘટાડો થયો છે. ઉદ્યોગો, ઇંધણથી થતી આવકમાં ગાબડું પડ્યું છે. ત્યારે રાજ્યના અર્થતંત્રને પાટાપર ચડાવવા માટે આ દરમિયાન નીતિન પટેલે મહત્વની જાહેરાત કરી હતી.
લૉકડાઉનમાં રાજ્ય સરકારની આવક ઓછી થઇ અને ખર્ચ વધ્યોઃ નીતિન પટેલ
એક વર્ષ સુધી તમામ ધારાસભ્યો-મંત્રીના પગારમાં 30 ટકાનો ઘટાડો
પેટ્રોલ અને ડિઝલના ભાવમાં વધારા અંગે જાહેરાત
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે લૉકડાઉનને કારણે તમામ વેપાર-ધંધા બંધ હતા. જીએસટીની આવક ખુબ જ ઓછી થઈ ગઈ છે. GST આવકનો 55 હજાર 560 કરોડનો અંદાજ હતો તેમાં ખુબ જ મોટો ઘટાડો આવ્યો છે. GSTની આવક દસેક હજાર રૂપિયા ઘટશે. વેટથી 23 હજાર 230 કરોડની આવક થાય તેવો અંદાજ બજેટમાં રજૂ કર્યો હતો. આ આ આવક થવાની સામે 8500 કરોડનો ઘટાડો થશે તેવું અનુમાન છે. તો 50 ટકા સુધી સ્ટેમ્પ ડ્યુટીની આવકમાં ઘટાડો થશે. જેથી આ વખતે 1800-2000 કરોડની આવકમાં ઘટાડો થશે.
એક વર્ષ સુધી તમામ ધારાસભ્યો-મંત્રી પગારમાં 30 ટકાનો ઘટાડો
સાથે જ DyCMએ કહ્યું કે આ ખોટને પહોંચી વળવા સરકારે એક વર્ષ સુધી તમામ ધારાસભ્યો-મંત્રીના પગારમાં 30 ટકાનો ઘટાડો કર્યો છે. રાજ્ય સરકારના કર્મચારીઓ અને અધિકારીઓનાં વાહન ભથ્થામાં વધારો અને મોંઘવારી ભથ્થાનો વધારો નહીં મળે. રાજ્ય સરકાર અન્ય કોઈપણ વધારાના ખર્ચને મંજૂરી નહીં આપે. આ ઉપરાંત વાઈબ્રન્ટ ગુજરાત ઉપર પણ હાલ પૂરતી બ્રેક મારી દેવામાં આવી છે. હાલ કોઇ સરકારી કચેરીમાં નવા ખર્ચની મંજુરી નહીં, આવકમાં વધારો અને ખર્ચમાં ઘટાડો કરવા સરકારનો પ્રયાસ છે.
પાંચ લાખ કર્મચારીઓના પગાર ભથ્થા નિયમિત પ્રમાણે અપાયાઃ નીતિન પટેલ
નીતિન પટેલે જણાવ્યું હતું કે, રાજ્યસરકાર તરફથી અપાતી બોર્ડ નિગમોને મદદ પહોંચાડી દેવાઈ છે. એસટી બંધ હોવા છતાં તેમના કર્મચારીઓને પગાર આપવામાં આવ્યો છે. 5 લાખ કર્મચારીઓના પગાર ભથ્થા નિયમિત પ્રમાણે અપાયા છે. કોરોનાના કારણે સરકાર પર વધારાનો ખર્ચ આવ્યો છે. કોરોના હોસ્પિટલ ઉભી કરવા ઉપરાંત દર્દીઓની સારવારનો ખર્ચ થયો છે. ગુજરાતમાં સરકારની મુખ્ય આવક જીએસટીમાંથી થાય છે, પરંતુ વેટની 8500 કરોડની આવકમાં ઘટાડાનો અંદાજ છે. ત્યારે લૉકડાઉનમાં આવક ઘટી પરંતુ સરકારનો ખર્ચ સામાન્ય કરતા વધ્યો છે.
રાજ્યમાં પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારો
કોરોનાનાં કપરાં સમય વચ્ચે રાજ્યની જનતા માટે માઠા સમાચાર છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પેટ્રોલ-ડિઝલના ભાવ વધારાને લઇ મહત્વની જાહેરાત કરી છે. નીતિન પટેલે જણાવ્યું કે રાજ્યમાં લોકડાઉનને કારણે વેપાર-ધંધા સહિતની આર્થિક પ્રવૃતિઓ બંધ થતાં સરકારને હજારો કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. જેને કારણે સરકારે આવક વધારવા માટે પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં 2 રૂપિયાનો વધારો ઝીંકો દીધો છે. આજે મધ્યરાત્રિથી નવા ભાવ અમલમાં મૂકાશે. ભાવ વધારા બાદ અમદાવાદમાં પેટ્રોલનો ભાવ 73.96 રૂપિયા થઈ જશે. અને ડીઝલનો ભાવ 72.21 રૂપિયા થઈ જશે.