આ ક્રિકેટરે દીપિકા સાથે કંઇક આવું કરવાની ઇચ્છા કરી વ્યક્ત

By : krupamehta 12:12 PM, 17 May 2018 | Updated : 12:12 PM, 17 May 2018
ચેન્નઈ સુપરકિંગ્સના સ્ટાર ઓલરાઉન્ડર Dwayne Bravo એ હાલમાં કિક્રેટર હરભજન સિંહના ટોક શોમાં ભાગ લીધો. તે દરમિયાન બ્રાવોએ પોતાની જીંદગીથી જોડાયેલા રહસ્ય ખોલ્યા. એટલું જ નહીં તેણે બોલિવુડની અભિનેત્રી દિપીકા પાદુકોણને લઇને એવું કહ્યું જેનાથી રણવીર સિંહને જલન જરૂર થઇ હશે.

બ્રાવોને જયારે શો માં પૂછવામાં આવ્યું કે, તેની પ્રિય અભિનેત્રી કોણ છે, તેના જવાબમાં તેણે કહ્યું હતું કે તે વર્ષોથી દીપિકા પાદુકોણનો ચાહક છે. એટલું જ નહીં, તેણે કહ્યું હતું કે તે પહેલાં દીપિકાને મળ્યો છે, પણ તે ફરીથી મળવા માંગે છે અને તેની સાથે વાતો કરવા માગે છે.બ્રાવોએ જણાવ્યું હતું કે જ્યારે 2006 માં ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારત આવ્યો ત્યારે તેણે પ્રથમ વખત હોટેલમાં ટીવી ચાલુ કર્યું.  ટીવીમાં એક જાહેરાત જોઇ તેણે જોયું કે આ દીપિકા છે. 2006 થી આજ સુધી તે મારા મનમાં છે આ પછી, જ્યારે ભઝજીએ પૂછ્યું હતું કે તને trinidadમાં કોઇ દીપિકા મળી કે નહીં. ત્યારે બ્રાવોએ હસતાં કહ્યું કે, "તમે બીજી દીપિકાને શોધી શકતા નથી."જ્યારે હરભજનને બોલીવુડના શ્રેષ્ઠ અભિનેતા માટે પૂછ્યું , ત્યારે તેણે જવાબમાં શાહરુખ ખાનનું નામ લીધું હતું. તેણે કહ્યું કે ફિલ્મ 'માય નામ ઈઝ ખાન' તેની ફેવરેટ છે. તેમને જણાવી દઇએ કે, બ્રાવોએ પહેલા પણ દિપીકાને લઇને પોતાનો 'LOVE' વ્યકત કરી ચુક્યો છે. 
Recent Story

Popular Story