વરસાદ / દ્વારકામાં અચાનક વાતાવરણમાં પલટો, વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ

દ્વારકામાં આજે વહેલી સવારથી સમગ્ર પંથકમાં વાદળ છાયું વાતાવરણ છવાયું છે. અચાનકથી વાતાવરણમાં પલટો આવતા વરસાદના ઝાપટા પડ્યા છે. વધુ એકવાર કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ચોમાસું પાક બગડ્યા બાદ હવે આ કમોસમી વરસાદ શિયાળું પાક પણ બગાડે તેવું લાગી રહ્યું છે. કમોસમી વરસાદને લઈને જીરા, ધઉ, ધાણાના પાકને ભારે નુકસાન થઈ શકે છે. જેથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ