Biparjoy Dwarka:ઓખા નજીક બિપોરજોય વાવાઝોડાની અસર દેખાવા લાગી છે. જેટી નજીક લાંગરેલી બોટ ઊંધી વળી ગઈ. જુઓ VIDEO.
ઓખા જેટીએ દરિયો ગાંડોતૂર બન્યો
જેટી નજીક લાંગરેલી બોટ ઊંધી વળી ગઈ
વાવાઝોડાની અસર વર્તાવાની શરૂ થઈ
દ્વારકા: ગુજરાતનાં દ્વારકા વિસ્તારમાં બિપોરજોય વાવાઝોડાની અસર દેખાવા લાગી છે. હાલમાં પવન સાથે વરસાદ પડી રહ્યો છે. વાવજોડાની ઓખા દરિયાના વિસ્તારોમાં અસરો શરૂ થઈ ગઈ છે. દ્વારકાનાં ઓખા જેટીએ દરિયો ગાંડોતૂર બનતા બોટોને નુકશાન થવા લાગ્યો છે. જેટીએ બોટ ઊંધી વળતા હોવાના દ્રશ્યો આવ્યા સામે આવ્યાં છે. આ બોટ જેટી નજીક લાંગરેલી હતી જ ઊંધી વળી ગઈ છે.દરિયો તોફાની બનતા અનેક બોટોને નુકસાન પહોંચ્યું છે.
દ્વારકામાં કંપનીનાં છાપરાં ઊડ્યાં
દ્વારકામાં ઓખા કિનારા પર દરિયાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. ઓખાથી જેટી તરફ જવાના રસ્તા પર ણી ફરી વળ્યા છે. જેટી તરફના રસ્તાઓ પર વિજપોલ ધરાશાહી થયાં છે.કોસ્ટલ ગાર્ડની ઓફિસની દીવાલો પણ તૂટી છે અને દરિયાના પાણી જાહેર માર્ગો પર ફરી વળ્યા છે. દ્વારકામાં તેજ પવનના કારણે કંપનીનો શેડ ઉખડીને બહાર પડ્યાં છે. મીઠાપુર ટાટા કેમિકલ્સ કંપનીના ગેઇટ પાસેના છાપરા ઊડ્યાં હતાં. છાપરાં ઉડીને રોડ પર આવ્યાં પરંતુ સદનસીબે કોઈ જાનહાની નોંધાઈ નથી.
કચ્છના દરિયાકાંઠાના ગામો સજ્જડ બંધ
વાવાઝોડાના કારણે કચ્છના દરિયાકાંઠા વિસ્તારના ગામો સજ્જડ બંધ જોવા મળી રહ્યા છે. પશ્ચિમ કચ્છનું નખત્રાણા ગામ સજ્જડ બંધ જોવા મળી રહ્યું છે. ગામના રોડ-રસ્તા દુકાનો બંધ જોવા મળી છે. લોકો પણ ઘરમાં જ રહીને વહીવટી તંત્રને સાથ અને સહકાર આપી રહ્યા છે.