Friday, July 19, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

સિદ્ધિ / વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં ગોલ્ડ જીતનારી પ્રથમ ભારતીય બની આ મહિલા

વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં ગોલ્ડ જીતનારી પ્રથમ ભારતીય બની આ મહિલા

ભારતની ટોચની મહિલા ધાવિકા દુતી ચંદે (Dutee Chand) ઇટલીમાં ચાલી રહેલ વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સ (World Universiade games) માં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચી દીધો છે. દુતીએ 30મી સમર યુનિવર્સિટી ગેમ્સમાં 100 મીટર  (100m Gold) કોમ્પિટિશનનો ગોલ્ડ મેડલ પોતાને નામે કર્યો છે.

Dutee Chand

દુતીની આ જીત પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેને જીતની શુભકામના પાઠવી છે.

પ્રધાનમંત્રી મોદીએ પણ ટ્વિટ કરીને દુતીને આ જીતની શુભકામના પાછવી છે.

રમતમંત્રી કિરન રિજિજુએ પણ દુતીને શુભકામના પાઠવી. રિજિજુએ રેસનો એક વીડિયો પણ પોતાનાં હાથે શેર કર્યો છે.

દુતી ચંદે ઉત્તમ પ્રદર્શન કરતા 11.32 સેકન્ડનો સમય નિકાળ્યો. સ્વિટ્ઝર્લેન્ડની ડેલ પોંટ (11.33 સેકન્ડ) અને બીજી બાજુ જર્મનીની ક્વાઇ (11.39 સેકન્ડ) ત્રીજા સ્થાન પર રહી. દુતીએ 30મી સમર યુનિવર્સિટી ગેમ્સમાં 100 મીટર કોમ્પિટિશનનો ગોલ્ડ મેડલ પોતાને નામ કર્યો છે. 11.24 સેકન્ડનો રાષ્ટ્રીય રેકોર્ડવાળી દુતી કોઇ વૈશ્વિક ઇવેન્ટની 100 મીટર રેસમાં ગોલ્ડ જીતનારી પ્રથમ મહિલા બની ગઇ છે.

રમતનાં આ સંસ્કરણમાં ભારતને માટે આ પ્રથમ ગોલ્ડ મેડલ છે. આ પહેલા યુનિવર્સિટી ગેમ્સનાં ઇતિહાસમાં કોઇ પણ ભારતીય ખેલાડીએ 100 મીટર સ્પર્ધાનાં ફાઇનલમાં પણ જગ્યા ન હોતી બનાવી.

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ