બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Dussehra Festival Gujarat Fafda jalebi

દશેરા ઉજવણી / ગુજરાતમાં ફાફડા-જલેબી માટે લાઇન, કરોડોના વેચાણનો અંદાજ

Divyesh

Last Updated: 08:34 AM, 8 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દશેરાનો તહેવાર હોવાના કારણે રાજ્યભરમાં જલેબી ફાફડાનો ધૂમવેચાણ થાય છે. અમદાવાદમાં અંદાજે 7 કરોડના ફાફડા જલેબીનું વેચાણ જોવા મળે તેવી શક્યતા છે, જ્યારે વડોદરામાં ફાફડા-જલેબી અને સેવઉસળની દુકાન પર ભારે ભીડ જોવા મળે છે.

  • દશેરાએ ગુજરાતમાં ફાફડા-જલેબી-મીઠાઈની પરંપરા
  • અમદાવાદમાં અંદાજે 7 કરોડના ફાફડા-જલેબીનું વેચાણ
  • સુરતમાં અંદાજે 5 કરોડ ફાફડા જલેબીનું થશે વેચાણ
  • વડોદરામાં ફાફડા-જબેલી અને સેવઉસળની દુકાન હાઉસફુલ 

ગુજરાતમાં ફાફડા-જલેબી-મીઠાઇની પરંપરા

આડે દશેરાના પર્વ નિમિત્તે રાજ્યભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. ગુજરાતમાં આ પર્વના દિવસે ફાફડા જલેબી અને મીઠાઇનું મોટા પ્રમાણમાં વેચાણ થાય છે. જેને લઇને વહેલી સવારથી અમદાવાદ, સુરત-વડોદરા અને રાજકોટમાં દુકાનોમાં લાઇનો જોવા મળી છે. 

અમદાવાદમાં અંદાજે 7 કરોડના ફાફડા જલેબીનું વેચાણ

જો અમદાવાદ એકલા શહેરની વાત કરીએ તો અંદાજે 7 કરોડના ફાફડા-જલેબી શહેરીજનો આરોગી જશે. જો કે આજ સવારથી શહેરના બોડકદેવ, વસ્ત્રાપુર, એસ.જી. હાઇવેની ફાફડાની દુકાનો પર લાંબી લાઇનો જોવા મળી છે. 

સુરત, રાજકોટ અને વડોદરાવાસીઓ પણ પાછળ નહીં

દશેરાએ ગુજરાતમાં ફાફડા જલેબી ખાવની પરંપરામાં રાજ્યના મુખ્ય શહેરો એકબીજા સાથે હરીફાઇ કરતાં જોવા મળે છે. જેમાં એકલા અમદાવાદમાં અંદાજે 7 કરોડના ફાફડા જલેબીનું વેચાણ થાય તેવી સંભાવના છે. જ્યારે સુરતમાં 5 કરોડ, રાજકોટમાં 2 કરોડના વેચાણનો અંદાજ છે. જ્યારે વડોદરામાં ફાફડા-જલેબીની સાથે સેવઉસળની દુકાનમાં પણ લાઇન જોવા મળે છે. 

 

સંકળાયેલા મુદ્દાઓ

Dashera Fafda ahmedabad jalebi અમદાવાદ જલેબી ફાફડા વડોદરા સુરત dussehra 2019
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ