બ્રેકિંગ ન્યુઝ
Divyesh
Last Updated: 01:10 PM, 7 October 2019
ADVERTISEMENT
દશેરાને લઇને અમદાવાદમાં મીઠાઇની દુકાનોમાં કરાઇ તૈયારી
આવતી કાલે મંગળવારના રોજ દશેરા પર્વની ઉજવણી રાજ્યભરમાં કરવામાં આવશે. અમદાવાદમાં મીઠાઇની દુકાનોમાં તૈયારીઓ કરી લેવાઇ છે. આ વર્ષે ફાફડા અને જલેબીના ભાવમાં 10થી 15 ટકા ભાવ વધારો થયો છે. જેમાં જલેબીના એક કિલોના રૂપિયા 580થી 600 થયા છે અને ફાફડાના એક કિલોના ભાવ 460થી 500 રૂપિયા થયો છે.
સુરતમાં મોટા પાયે ફાફડા અને જલેબી તૈયાર કરાયા
દશેરાના તહેવાર પર ફાફડા અને જલેબીનું ખબ જ મોટા પાયે વેચાણ થતું હોય છે. ત્યારે હવે સુરત ખાતે ફરસાણની દુકાનમાં તૈયારીઓ પૂર્ણ થઈ છે. મોટા ભાગની દુકાનમાં ફાફડા અને જલેબી તૈયાર કરવામાં આવ્યા છે. સુરત શહેરમાં ફાફડા અને જલેબીના ભાવમાં વધારો થયો છે. તેલના ભાવમાં વધારો થતાં ફાફડા અને જલેબીના ભાવમાં 20-20 રૂપિયાનો વધારો થયો છે. આમ હવે ફાફડાના ભાવ 320થી 340 રૂપિયા પ્રતિ કિલો અને જલેબીનો ભાવ 180થી 200 રૂપિયા પ્રતિ કિલો થયો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.