During the hearing, the Gujarat High Court expressed displeasure against the policeman who was drinking cold drinks
નારાજગી /
આવા પોલીસકર્મીના કારણે વિભાગ બદનામ થઈ રહ્યું છે, ગુજરાત હાઈકોર્ટે જુઓ કોની સામે કરી લાલઆંખ
Team VTV02:18 PM, 15 Feb 22
| Updated: 03:38 PM, 15 Feb 22
અમદાવાદમાં 2019માં બે મહિલાઓને 3 પોલીસ કર્મીઓએ માર માર્યો હતો. જે મુદ્દે આજે કોર્ટમાં સુનાવણી વખતે તે પોલીસ કર્મીઓ ઠંડુ પીણું પિતા નજરે પડ્યા જેથી ગુજરાત હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી છે.
ચાલુ કોર્ટે પોલીસકર્મીઓ પી રહ્યા હતા ઠંડુ પીણું
ગુજરાત હાઈકોર્ટે પોલીસ કર્મીઓ સામે નારાજગી વ્યક્ત કરી
2019માં બે મહિલાઓને 3 પોલીસ કર્મીઓએ માર્યો હતો માર
સુનાવણી દરમિયાન પોલીસ કર્મીઓ ઠંડુ પીણું પી રહ્યા હતા
વર્ષ 2019માં અમદાવાદમાં 2 મહિલાઓને પોલીસ દ્વારા માર માર્યો હોવાનો આક્ષેપ કરાયો હતો. જે મામલે આજે શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ કોર્ટમાં હાજર થયા હતા. સમગ્ર મામલે કોર્ટ દ્વારા આજે પોલીસ કર્મચારીઓની સામે કોર્ટ દ્વારા નારાજગી દર્શાવામાં આવી હતી. કારણકે પોલીસ દ્વારા 2 મહિલાઓને માર મારવામાં આવ્યો હતો.
કોર્ટે નારાજગી વ્યક્ત કરી
કોર્ટ દ્વારા પહેલો પ્રશ્ન એજ કરવામાં આવ્યો કે અરેસ્ટ વોરંટ ન હોવા છતા કેમ મહિલાઓની ધરપકડ કરાવામાં આવી હતી. સાથેજ કોર્ટે એવું પણ કહ્યું કે આવા પોલીસ કર્મીને કારણે પોલીસ વિભાગનું નામ બદનામ થાય છે.
મહિલાઓને માર્યો હતો માર
આપને જણાવી દઈએ કે 2019માં એસજી હાઈવે પર ટ્રાફિક પોલીસે મહિલાઓને માર માર્યો હતો. જેમા મોડી રાતે તેમને માર મારવામાં આવ્યો હતો. સાંભળીને આપને નવાઈ લાગશે કે ટ્રાફિકના નિયમના ભંગ બદલ મહિલાઓને માર મારવામાં આવ્યો હતો. જેમા ટ્રાફીક ચોકીના પીઆઈ અને બે કોન્સ્ટેબલ દ્વારા માર મારવામાં આવ્યો હતો.
ચાલુ કોર્ટે પી રહ્યા હતા ઠંડુ પીણું
ચાલુ કોર્ટે જે પોલીસ કર્મીઓ સામે કેસ દાખલ થયો છે તેઓ ઠંડુ પીણું પી રહ્યા હતા. જેથી આ મામલે કોર્ટે નારાજગી વ્યક્ત કરી. સાથેજ એવું પણ કીધું પોલીસ કર્મીઓના આ વર્તનને લીધે તેમની મુશ્કેલીમાં વધારો થશે. સમગ્ર મામલે કોર્ટ દ્વારા ત્રણેય પોલીસકર્મીઓ વિરુદ્ધ ખાતાકીય તપાસનો આદેશ આપવામાં આવ્યો છે.
25 ફેબ્રુઆરીએ તપાસ રિપોર્ટ રજૂ કરાશે
ઉલ્લેખનીય છે કે કોર્ટ દ્વારા જે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. તેનો રિપોર્ટ 25 ફેબ્રુઆરી સુધીમાં સીલ કવર રજૂ કરવા કહેવામાં આવ્યું છે. જોકે પોલીસ કર્મીઓના ઠંડી પીણા પિવાની હરકતને કારણે હવે તેમની મુશ્કેલીઓમાં વધારો થઈ શકે છે.