સભ્ય સમાજમાં મહિલાઓ અને દીકરીઓ પર અત્યાચાર વધી રહ્યા છે ત્યારે હવે નારી શક્તિ આ અત્યાચારનો જડબાતોડ જવાબ આપશે કેમ કે આજની નારી લાચાર નથી
સુરતમાં મહિલા સશક્તિકરણ
નારી શક્તિનો પરિચય, રોમિયોની હવે ખેર નહીં
દીકરીઓને અપાયું શોર્યનું પ્રશિક્ષણ
હાથમાં રાઈફલ અને લાકડી સાથે દેખાતી આ છે ગુજરાતની નારી. કરાટે અને યોગાની ટ્રેશનગ લેતી આ દીકરીઓ એ દર્શાવે છે કે આજની નારી લાચાર નથી. નારી પોતાની રક્ષા કરી શકે છે અને સમાજમાં મહિલાઓ પર થતા અત્યાચાર સામે લડી શકે છે.
અત્યાચારનો મળશે જડબાતોડ જવાબ
સુરતના કામરેજની SUV ઈન્ટરનેશનલ સ્કૈલના. આ સ્કૈલની દીકરીઓને દુર્ગાવાહિની દ્વારા શોર્યનું પ્રશિક્ષણ અપાયું હતું. એક સપ્તાહ સુધી ચાલેલા આ પ્રશિક્ષણમાં દક્ષિણ ગુજરાતની આશરે 240થી વધુ દીકરીઓએ ભાગ લીધો. જેમાં દીકરીઓને સ્વયંની રક્ષા કરતા શીખવવામાં આવ્યું. સમાજમાં ચાલી રહેલા પડકારોનો કેવી રીતે સામનો કરવો તે પણ શિખવ્યું. દીકરી વ્હાલનો દરિયો છે. પણ સમય આવ્યે તે દુર્ગા અને ઝાંસીની રાણીનું પણ સ્વરૂપ ધારણ કરી શકે છે તેનાથી દીકરીઓને અવગત કરવામાં આવી.
રાઈફલ, કરાટે, યોગાની ટ્રેનિંગ
7 દિવસ સુધી ચાલેલા આ પ્રશિક્ષણ કાર્યક્રમમાં દીકરીઓને લાકડી કેવી રીતે ચલાવવી તેનું પ્રશિક્ષણ અપાયું. રાઈફલ ચલાવવાની ટ્રેશનગ અપાઈ. એટલું જ નહીં કરાટે અને યોગા જેવી ટ્રેશનગ પણ આપવામાં આવી. આ પ્રશિક્ષણનો હેતુ એ જ હતો કે સમાજમાં દીકરીઓ પર થઈ રહેલા અત્યાચારો અટકે. અને નારી શિક્ત આગળ આવીને સ્વયંની રક્ષા માટે અવાજ ઉઠાવી શકે.
નારી શક્તિ સ્વયં માટે ઉઠાવી શકશે અવાજ
દીકરીઓ અને બહેનો પર થઈ રહેલા અત્યાચારો અને સમાજમાં ચાલી રહેલા દૂષણો વિરુદ્ધ લડવા માટે દીકરીઓને આ ટ્રેશનગ અપાઈ હતી. જેમાં દીકરીઓને ભાગ લઈને દર્શાવી દીધું કે આજની નારી લાચાર નથી. અને જો કોઈએ દીકરીઓ પર ખરાબ નજર નાખી તો તેવા રોમિયોની ખેર નથી.