dulha darubaaz groom drunked offer varmala to sasu
વાયરલ વિડીયો /
પત્ની બાજુમાં ઊભી હતી અને સાસુના ગળામાં નાખી વરમાળા, જુઓ વિડીયો
Team VTV06:50 PM, 02 Jun 21
| Updated: 06:52 PM, 02 Jun 21
લગ્નના ઉંમગમાં વરરાજાએ એટલો દારૂ પીધો કે પોતાની વહુને વરમાળા પહેરાવવાને બદલે સાસુને પહેરાવી દીધી
હાર વહુને પહેરવાનો છે કે સાસુને?
વાયરલ થયા બાદ ઘણા વીડિયો મુશ્કેલીમાં પણ મુકી દે છે
આ પહેલા પણ એક લગ્નનો વિડીયો વાયરલ થયો હતો, જેમાં મંડપમાં કપલ ગેમ રમતા હતા
હાર વહુને પહેરવાનો છે કે સાસુને?
સોશિયલ મીડિયા પર રોજ ઘણા વીડિયો વાયરલ થતા જ રહેતા હોય છે. અમુક વીડિયો જોઈને આપણે પણ વિચારમાં પડી જતા હોઈએ છીએ કે આવા લોકો આવે છે ક્યાંથી? સોશિયલ મીડિયા પર જેટલા અજીબ વીડિયો વાયરલ થાય છે અમુક તેટલાં જ ક્યૂટ વીડિયો પણ વાયરલ થતા હોય છે. અમુક વાયરેલ થયેલા વીડિયો લોકોને મુશ્કેલીમાં પણ મુકી દે છે. લગ્નમાં વર-વધુ અને તેમના મિત્રો ઘણી મસ્તી કરતાં હોય છે. પણ આ વિડિયોમાં વરરાજાએ ખૂબ જ ચિક્કાર દારૂ પીધો છે. દારૂના નશામાં તે એ પણ ભૂલી જાય છે કે તેને હાર વહુને પહેરવાનો છે કે સાસુને? આ જોઇને તેમે હસી હસીને થાકી જશો. આટલું જ નહીં, પણ વહુને હાર પહેરાવતા વરરાજા પોતે નીચે પડી જાય છે.
વાયરલ થયા બાદ ઘણા વીડિયો મુશ્કેલીમાં પણ મુકી દે છે
હમણાં જ ખૂબ વાયરલ થયેલા એક વીડિયોએ એક યુટ્યુબરને મુશ્કેલીમાં મુકી દીધો અને તેને જેલની હવા પણ ખવડાવી દીધી છે. વીડિયો પર વ્યૂઝ લેવાના ચક્કરમાં એક વ્યક્તિએ પોતાના શ્વાનને ફૂગ્ગાઓ સાથે બાંધીને હવામાં ઉડાવી દીધો. ખેર આ વીડિયોને વ્યૂઝ તો મળ્યા પરંતુ સાથે સાથે આ વીડિયોના કારણે તે વ્યક્તિ અને તેની માતા બન્નેને જેલની હવા પણ ખાવી પડી છે. તેમના વિરૂદ્ધ ફરીયાદ દાખલ થઈ અને પોલીસે તે મામલે તપાસ હાથ ધરી છે.
આ પહેલા પણ એક લગ્નનો વિડીયો વાયરલ થયો હતો, જેમાં મંડપમાં કપલ ગેમ રમતા હતા
હાલ સોશિયલ મીડિયા પર એક કપલનો ક્યૂટ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જે લગ્ન મંડપમાં બેઠા છે. નવવધૂ અને વરરાજા અગ્ની કુંડની સામે બેઠા છે અને બન્ને પાણીની બોટલ સાથે રમી રહ્યા છે. આ વીડિયોને કેપ્શન આપવામાં આવ્યું છે કે, 'જ્યારે પંડિતજી મંત્ર વાંચતા થાકી જાય તો ગેમ રમવી તો બને જ છે'. વીડિયોમાં વર અને વધૂના મોઢા પર કંટાળો અને થાક સ્પષ્ટ દેખાઈ રહ્યો છે માટે કંટાળાને દૂર કરવા માટે તે બન્ને પાણીની બોટલને ફેંકીને તેને સીધી ઉભી કરવાની રમત રમી રહ્યા છે.