બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / Video: ચાલુ મેચમાં પંત મસ્તીએ ચડયો! ખેંચ્યો કુલદીપ યાદવનો હાથ, કાઢ્યો અજીબ અવાજ
Last Updated: 07:22 PM, 7 September 2024
ભારતીય ક્રિકેટર ઋષભ પંત જ્યારે મેદાન પર આવે છે ત્યારે બધાની નજર તેના પર હોય છે. તેની બેટિંગ તોફાની છે એટલું જ નહીં, તેની વિકેટકીપિંગ પણ શાનદાર છે. આ સિવાય પંત જ્યારે મેદાન પર હોય છે ત્યારે તે પોતાની હરકતોને કારણે ચર્ચામાં રહે છે. પંત દુલીપ ટ્રોફીમાં ઈન્ડિયા-બી તરફથી રમી રહ્યો છે. આ ટીમ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ઈન્ડિયા-એનો સામનો કરી રહી છે. પંત ભલે બેટિંગમાં ફ્લોપ રહ્યો હોય પરંતુ તે વિકેટ કીપિંગ દ્વારા પોતાની ટીમની જીતમાં યોગદાન આપવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યો છે. રિષભ પંત દુલીપ ટ્રોફીમાં વિકેટ પાછળ પોતાની હરકતો માટે ચર્ચામાં છે. તે દુલીપ ટ્રોફી મેચ દરમિયાન મેદાન પર કુલદીપ યાદવને પરેશાન કરતો જોવા મળ્યો હતો. આ દરમિયાન તે વિકેટની પાછળ વિચિત્ર અવાજો કાઢતો પણ જોવા મળ્યો હતો.
ADVERTISEMENT
Rishabh Pant doing fun with Kuldeep Yadav. 😂❤️
— PantMP4. (@indianspirit070) September 7, 2024
DC bloods 🩵 pic.twitter.com/D7CDSH2Rdq
ADVERTISEMENT
રિષભ પંત પણ ઘણી વખત મેદાન પર મસ્તી કરતો જોવા મળે છે. આવું જ દ્રશ્ય દુલીપ ટ્રોફી મેચ દરમિયાન પણ જોવા મળ્યું હતું. મેચની 56મી ઓવરમાં કુલદીપ યાદવ બેટિંગ કરવા આવ્યો હતો. આ દરમિયાન ઋષભ પંતે તેને હેરાન કરવાનું શરૂ કરી દીધું હતું. પંતે પહેલા તેનું હેલ્મેટ પકડ્યું અને તેને ખેંચવાનું શરૂ કર્યું. આ દરમિયાન પંત વારંવાર કુલદીપને હેરાન કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ જોઈને બંને ખેલાડીઓ હસી પડ્યા હતા. આ પછી પંતે પણ કુલદીપનું ટી-શર્ટ પકડીને તેના ખભા પર મૂક્યું અને કંઈક કહેવા લાગ્યા. જેના પર કુલદીપ જોર જોરથી હસવા લાગ્યો. તમને જણાવી દઈએ કે બંને આઈપીએલમાં દિલ્હી કેપિટલ્સનો ભાગ છે. આ સિવાય તેઓ અંડર-19 સમયથી એકબીજાને ઓળખે છે.
Spin bowling 🤝🏻 Rishabh Pant Entertainment behind the stumps. 😂❤️ pic.twitter.com/Yvinmj6lKL
— PantMP4. (@indianspirit070) September 7, 2024
વધુ વાંચો : ઓલી પોપે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઇતિહાસ, આવું કારનામું કરનારો દુનિયાનો પહેલો ખેલાડી
આ મેચ દરમિયાન ઋષભ પંત વિકેટની પાછળથી વિચિત્ર અવાજો કરી રહ્યો હતો. આ દરમિયાન તે બેટ્સમેનોનું ધ્યાન હટાવવા માટે ખૂબ જોરથી હસી રહ્યો હતો. પંતના આ બંને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. રિષભ પંત 634 દિવસની લાંબી રાહ જોયા બાદ તાજેતરમાં જ રેડ બોલ ક્રિકેટમાં પરત ફર્યો છે. દુલીપ ટ્રોફી 2024માં ઈન્ડિયા B તરફથી રમતી વખતે તેનું પુનરાગમન કંઈ ખાસ નહોતું. તે માત્ર 7 રન બનાવીને આઉટ થયો હતો. જોકે બીજી ઈનિંગમાં અડધી સદી ફટકારીને તેણે ફોર્મમાં વાપસીનો સંદેશ આપ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.