બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Due To Weakness Of Canals Water Of Punjab And Rajasthan Going To Pakistan national

જળ સંકટ / રાજસ્થાન તથા પંજાબને મળનારું પાણી જઇ રહ્યું છે પાકિસ્તાન, કારણ છે આવું

vtvAdmin

Last Updated: 07:02 PM, 23 June 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં એક તરફ પાણીની સમસ્યાથી લોકો પરેશાન છે તો બીજી તરફ રાજસ્થાન તથા પંજાબના ખેતરોમાં સિંચાઇ માટે ઉપયોગમાં આવી શકનાર હજારો ક્યૂસેક પાણી એટલા માટે પાકિસ્તાન તરફ વહી રહ્યું છે કારણ કે, આપણી નહેરો નબળી હોવાને કારણે પુરી ક્ષમતાથી પાણી લઇને ખેતરો સુધી પહોંચાડી શકે તેમ નથી. જેના કારણે હજારો ક્યૂસેક પાણી પાકિસ્તાન તરફ વહી રહ્યું છે.

આપને જણાવી દઇએ કે, આ મામલે રાજસ્થાન સરકારે વર્તમાન સ્થિતી અંગે રિપોર્ટ માગ્યો છે. તેમજ પંજાબ સરકાર પાસેથી નહેરોની મરામત કામગીરી અંગેના અહેવાલની પણ માંગણી કરેલ છે. 

ખેડૂત નેતાઓનાં જણાવ્યા મુજબ, એક મહિનાથી દરરોજ સરેરાશ પાંચથી છ હજાર પાણી પાકિસ્તાન તરફ વહી રહ્યું છે. જાણકારોનું માનવું છે કે, આપણાં દેશમાંથી પાકિસ્તાન તરફ વહી જતું પાણી ભલે સંપુર્ણપણે રોકી શકાય તેમ ન હોય પરંતુ નહેરોની સ્થિતી સુધારીને ઓછામાં ઓછી અડધાથી વધુ માત્રામાં પાણી આપણા રાજ્યોનાં ઉપયોગમાં લઇ શકાય તેમ છે.

ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન તરફ જઇ રહેલું પાણી ખરેખર પંજાબમાં વ્યાસ તથા સતલજ નદી પર બનેલ હરિકે બેરેજની અધિશેષ માત્રામાંથી છોડવામાં આવે છે. આ પામી હુસૈની વાળા હેડથી થઇને પાકિસ્તાન તરફ ચાલ્યું જાય છે. અધિકારીઓનું કહેવું છે કે, પંજાબમાં ધાન્યની રોપણી શરૂઆત થયા બાદ સ્થિતિ સામાન્ય બનશે. 

જળ સંસાધન વિભાગનાં અધિકારીના જણાવ્યા મુબજ, સરકારે આ મામલે અમારી પાસેથી સ્થિતી રિપોર્ટ મંગાવ્યો હતો, જે અમે તાત્કાલિક અસરથી મોકલી દીધો છે. તે સમયે પંજાબ પોતાનાં હિસ્સાનું પાણી લેતું નહોતું. જો કે હવે સ્થિતી સામાન્ય થઇ છે. પંજાબમાં ધાન્યની રોપણી શરૂ થઇ ગઇ છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

Punjab Rajasthan Water Weakness Of Canals water crisis ગુજરાતી ન્યૂઝ water crisis
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ