Due to this inconvenience in private hospitals in Surat, patients have face to trouble
આરોગ્ય /
VIDEO: સુરતની ખાનગી હોસ્પિટલોમાં આ અસુવિધાના કારણે દર્દીઓને સ્ટ્રેચર પર હેલ્થ સેન્ટર જવું પડે છે
Team VTV06:44 PM, 28 Jan 21
| Updated: 07:00 PM, 28 Jan 21
ખાનગી હોસ્પિટલમાં ફિંગરપ્રિન્ટ મશિનના ખામીના કારણે દર્દીઓને સ્ટ્રેચર પર હેલ્થ સેન્ટર સુધી લઈને જવું પડે છે.
સુરતની હોસ્પિટલમાં અણધડ વહિવટના કારણે દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બાયોમેટ્રિક ઓળખ માટે ICUના દર્દીઓને પણ લાઈનમાં ઉભું રહેવું પડે છે. ખાનગી હોસ્પિટલમાં ફિંગરપ્રિન્ટ મશીન ન હોવાની ખામીના કારણે દર્દીઓને મુશ્કેલી પડી રહી છે. મા વાત્સલ્ય કાર્ડથી સારવાર માટે દર્દીઓને આ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જે દર્દીઓ ICU કે ગંભીર બિમારીની સારવાર લઈ રહ્યા છે. તેવા દર્દીઓ પાસે હોસ્પિટલમાં જઈને તેમના ફિંગરપ્રિન્ટ લેવાતા હતા.
જો કે હવે સેન્ટરની સંખ્યામાં ઘટાડો થતા દર્દીઓને બીમારીની હાલતમાં હોસ્પિટલથી હેલ્થ સેન્ટર સુધી ધક્કા ખાવા પડી રહ્યા છે. તો સાથે દર્દીઓને નંબર પ્રમાણે જ લાઈનમાં ઉભા રાખવાના હઠાગ્રહના કારણે પણ દર્દીઓ હેરાન થઈ રહ્યા છે. જ્યારે કે, ગંભીર દર્દીઓને પ્રાયોરિટી આપવાની સૂચના પણ આપવામાં આવી છે. દર્દીઓને આવી હાલાકીથી મુક્ત કરી શકાય છે. જો DHOની મંજૂરી હોય તો ફિંગરપ્રિન્ટની કીટને દર્દી સુધી લઈ જઈ શકાય છે.
અનેક દર્દીઓ એવી હાલતમાં પણ હોય છે. જેઓ ચાલી શકતા નથી. તો કેટલાક દર્દીઓને સ્ટ્રેચર પર પણ લાવવામાં આવે છે. આમ છતાં તંત્રમાં કોઈને માનવતાનો વિચાર આવતો નથી. તેવું લાગી રહ્યું છે.