બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / સાઉદી અરબથી લઇને કેનેડા સુધી.., ગરમીથી લોકોના હાલ બેહાલ, 60 શહેરોમાં તો ઇમરજન્સી જેવાં હાલ

હીટવેવ / સાઉદી અરબથી લઇને કેનેડા સુધી.., ગરમીથી લોકોના હાલ બેહાલ, 60 શહેરોમાં તો ઇમરજન્સી જેવાં હાલ

Last Updated: 11:43 AM, 20 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

World HeatWave Latest News : હીટવેવને કારણે અમેરિકામાં ઈમરજન્સી જાહેર, અમેરિકાના 60થી વધુ શહેરોમાં તાપમાનનો પારો 40ની ઉપર પહોંચી ગયો

World HeatWave : ગુજરાત સહિત ભારતભરમાં આકરી અને અંગ દઝાડતી ગરમી પડી રહી છે. જેના કારણે દેશના ઘણા ભાગોમાં રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. ભારતમાં લોકો 40 ડિગ્રી સેલ્સિયસથી વધુ ગરમીમાં જીવવા મજબૂર છે. પરંતુ માત્ર ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ ઉનાળાની આ ગરમીનો સામનો કરી રહ્યું છે. હીટવેવને કારણે અમેરિકામાં ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે. અમેરિકાના 60થી વધુ શહેરોમાં તાપમાનનો પારો 40ની ઉપર પહોંચી ગયો છે.

અમેરિકા, બ્રિટન, સુદાન, સાઉદી, પાકિસ્તાન સહિત અનેક દેશો આકરી ગરમીની લપેટમાં છે. હીટ વેવને કારણે અમેરિકામાં ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે. અમેરિકાના 60 શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીથી ઉપર ગયો છે જેના કારણે 78 મિલિયન અમેરિકનો ભારે ગરમીની ઝપેટમાં છે.

ગરમીના કારણે લોકો પરેશાન

અમેરિકાની વસ્તી 32 કરોડ છે, જેમાંથી 7.6 કરોડ લોકો એટલે કે 20 ટકા વસ્તી ગરમીનો સામનો કરી રહી છે. જોકે અમેરિકાની નેશનલ વેધર સર્વિસે જણાવ્યું હતું કે, મે-જૂન મહિનામાં તાપમાન આટલું ઊંચુ જાય છે પરંતુ આ વખતે હીટ વેવની ગરમી ઘણી વધારે રહેશે અને તાપમાન લાંબા સમય સુધી આટલું ઊંચું રહી શકે છે. જોકે 19મી જૂનનો દિવસ જૂન મહિનામાં સૌથી ગરમ દિવસ હતો. શિકાગોમાં સોમવારે પારો 36.1 ડિગ્રી હતો, જ્યારે આજે (20 જૂન) થોડી રાહત છે, પારો 28 ડિગ્રીએ પહોંચી ગયો છે. પરંતુ મેઈન રાજ્યના ઘણા વિસ્તારોમાં ગરમીનું પ્રમાણ હજુ પણ 37.7 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. જે બાદ નેશનલ વેધર સર્વિસે કહ્યું કે, ક્લાઈમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગના કારણે અમેરિકાના 58થી 60 શહેરોમાં તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચી શકે છે.

વધુ વાંચો : હજ યાત્રિકો પર ગરમીએ વર્તાવ્યો કાળો કહેર: નિપજ્યાં 90 ભારતીયોના મોત, પારો 50 ડિગ્રીને પાર

સાઉદીથી કેનેડા સુધી હીટ વેવ

હાલમાં સાઉદી અરેબિયામાં હજ યાત્રા પૂર્ણ થઈ રહી છે. આ સમયે સાઉદી અરેબિયામાં તાપમાન 50 ડિગ્રીએ પહોંચી ગયું છે. તાપમાન એટલું વધી ગયું છે કે લોકો ગરમીથી મરી રહ્યા છે. કાળઝાળ ગરમીના કારણે હજ યાત્રાએ ગયેલા 550થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે જ્યારે ઘણાની સારવાર ચાલી રહી છે. માત્ર સાઉદીમાં જ નહીં પરંતુ કેનેડાના 4 રાજ્યોમાં પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગ્રીસમાં ટ્રેકિંગ કરવા ગયેલા 5 લોકોના ગરમીના કારણે મોત થયા છે. બ્રિટનમાં પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

સંકળાયેલા મુદ્દાઓ

America World HeatWave HeatStrock
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ