બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Due to the effect of cyclonic circulation in Gujarat, the atmosphere will reverse again

હવામાન / ગુજરાતમાં ચાર દિવસ વાવાઝોડા સાથે વરસાદની આગાહી: અમદાવાદથી લઈને સૌરાષ્ટ્ર-સુરતમાં મેઘરાજા થશે કોપાયમાન

Malay

Last Updated: 09:50 AM, 21 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતના ખેડૂતો માટે હજી 4 દિવસ ભારે છે. ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરથી વાતાવરણ ફરી પલટાશે. જેને લઈ રાજ્યમાં કેટલાક જિલ્લામાં હજુ પણ 4 દિવસ માવઠાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

 

  • રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી 
  • છેલ્લા 24 કલાકમાં રાજ્યના 11 તાલુકામાં વરસાદ
  • સૌથી વધુ અંજારમાં 2 ઈંચ વરસાદ નોંધાયો

ગુજરાતમાં મોસમ જાણે મજાક કરી રહ્યું હોય તેમ માર્ચ મહિનામાં પણ અષાઢ મહિનાની જેમ સૂસવાટાભેર પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતમાં ભરઉનાળે માવઠું થઇ રહ્યું છે. માવઠાને લીધે ખેડૂતોને ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા ફરી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં હજી ચાર દિવસ માવઠાની સ્થિતિ રહેશે. આ સાથે ભારે પવન અને ગાજવીજ સાથે અનેક વિસ્તારોમાં વરસાદ વરસશે.

4 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી 
હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે ગાજવીજ અને વાવાઝોડા સાથે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદ વરસી શકે છે. આગામી 5 દિવસ તાપમાનમાં વધારો નહીં થાય, અમદાવાદમાં પણ સાંજના સમયે વરસાદ રહેશે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. 

અહીં વરસી શકે છે વરસાદ
રાજસ્થાન ઉપર વેસ્ટર્ન સિસ્ટમ સક્રિય હોવાને કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા કચ્છ, રાજકોટ, ભાવનગર, અમરેલી, બોટાદ, સાબરકાંઠા, બનાસકાંઠા, અમરેલી જેવા વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.  ડાંગ, તાપી, સુરત, નર્મદા, ભરૂચમાં પણ વરસાદની આગાહી છે.

સાઇક્લોનિક સરક્યુલેશનની અસર ગુજરાત પર
સ્થાનિક હવામાન વિભાગનાં સૂત્રો કહે છે, પૂર્વ રાજસ્થાન અને તેને સંલગ્ન પશ્ચિમ મધ્ય પ્રદેશ તેમજ પશ્ચિમ રાજસ્થાન અને તેની આસપાસના વિસ્તારોમાં ફેલાયેલા સાઇક્લોનિક સરક્યુલેશનના પગલે રાજ્યમાં હજુ વરસાદી માહોલ રહેવાનો છે. આના કારણે જગતના તાતની હાલત વધુ કફોડી બનવાની છે.

11 તાલુકામાં નોંધાયો વરસાદ
આપને જણાવી દઈએ કે, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 11 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છના અંજારમાં 2 ઈંચ વરસાદ નોંધાયો છે. ભાવનગરમાં પોણો ઈંચ વરસાદ નોંધાયો છે. લાઠીમાં 13 મીમી, ગારિયાધારમાં 4 મીમી વરસાદ પડ્યો છે. ગુજરાતમાં કેટલાક જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસા પડતા ખેડૂતોનો તૈયાર થયેલો અને લણણી કરેલા પાકને પુષ્કળ પ્રમાણમાં નુકસાન થતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. ઉત્તર, દક્ષિણ, મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં ખેડૂતોની હાલત કફોડી બની છે 

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat News effect of cyclonic circulation gujarat atmosphere unseasonal Rain in Gujarat કમોસમી વરસાદ ગુજરાત ન્યૂઝ Unseasonal rain in Gujarat
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ