Due to special boots, the youth breached the security in the final match, after the meeting with the Minister of State for Home, the police told what happened in the end?
રિમાન્ડ /
ખાસ બુટના કારણે ફાઇનલ મેચમાં યુવકે સુરક્ષામાં લગાવી સેંધ, ગૃહરાજ્ય મંત્રી સાથે બેઠક બાદ પોલીસે જણાવ્યું આખરે થયું શું?
Team VTV10:03 PM, 20 Nov 23
| Updated: 11:40 PM, 20 Nov 23
ક્રિકેટ વર્લ્ડકપની ફાઈનલમાં સુરક્ષામાં ચૂક મામલે ગૃહરાજ્ય મંત્રીએ સુરક્ષા અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. યુવકને આજે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે યુવકનાં એક દિવસનાં રિમાન્ડ મંજૂર કર્યા હતા.
ગત રોજ અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલ વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં સુરક્ષામાં ચૂક સર્જાઈ હતી. જે મુદ્દે આજે ગૃહ રાજ્ય મંત્રીએ સુરક્ષા અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં DGP સહિતનાં અધિકારીઓ સાથે આરોપી યુવક અંગે વિસ્તૃત ચર્ચા કરાઈ હતી. આરોપી યુવકની હિલચાલ તેમજ અત્યાસ સુધી થયેલી તપાસ સંદર્ભે ચર્ચા થઈ હતી.
આરોપી યુવક ડિપ્રેસનમાં રહેતો હોવાનું સામે આવ્યું હતું. યુવક અગાઉ પણ આ પ્રકારે ત્રણ વખત મેદાનમાં પ્રવેશ્યો હતો. યુવક રોકાયો હતો તે સ્થળેથી પોલીસે ચેકિંગ કરી સામાન જપ્ત કર્યો હતો. જે બ્લોકમાં યુવક હતો ત્યાં હાજર પોલીસ કર્મચારીઓ ક્યાં હતા તે અંગે પણ સવાલો ઉઠ્યા છે. દીવાલ કૂદી ત્યાં સુધી કેમ કોઈએ રોક્યો નહીં તે બાબતે પણ તપાસ કરાઈ છે.
ફીફા વર્લ્ડ કપ મેચમાં ઘૂસ્યો હતો યુવક
અમદાવાદમાં ફાઈનલ મેચમાં યુવક ઘુસવા મામલે અમદાવાદ જેસીપી નીરજ બડગુર્જરે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. યુવકનું નામ વેનજાનસન છે. તેમજ યુવક સિડનીમાં રહે છે અને ત્યાંનો પાસપોર્ટ છે. પિતા ચાઈનીઝ અને માતા ફિલીપીન્સનાં છે. ફેમસ થવા માટે યુવક આવું કરે છે. અગાઉ 3 વખત યુવક આ રીતે ઘૂસી ગયો હતો.
ટિકિટ ઓસ્ટ્રેલિયા થી ઓનલાઇન ટિકિટ બુક કરાવી હતી
અગાઉ ઓગસ્ટમાં ફીફા વર્લ્ડ કપ મેચમાં ઘૂસ્યો ફ્રી યુક્રેનનાં ટી શર્ટ સાથે અગાઉ તેને દંડ થયો હતો. જે ભરીને છૂટી ગયો હતો. વધારે લાઈક માટે અને ફેમસ થવા માટે તે આ કરે છે. યુવક રશિયા જવા માંગતો હતો. ટિકિટ ઓસ્ટ્રેલિયાથી ઓનલાઈન ટિકિટ બુક કરાવી હતી. સ્લોગન લખેલું છે. તેની સાથે કોઈ લેવા દેવા નથી. પીચ પર જવા માટે પ્લાન કર્યો હતો. આ પીચ પર જવા માટે ખાસ બુટ પણ લીધા હતા.
નીરજ બડગુજર (JCP)
કોર્ટે યુવકનાં 1 દિવસનાં રિમાન્ડ મેળવ્યા
યુવકને કોર્ટમાંથી 1 દિવસસનાં રિમાન્ડ મેલવ્યા છે. કોઈ ગ્રુપ કે સંગઠન સાથે જોડાયેલો નથી. પોલીસે રોકવાની કોશિસ કરી હતી. પોલીસ કર્મચારીની બેદરકારી હતી કે કેમ તેને લઈને તપાસ સોંપાઈ હતી. આ બાબતે સેક્ટર વનને તપાસ સોંપાઈ હતી.