બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / બે દિવસ સૌરાષ્ટ્ર, વડોદરા, અમદાવાદ આવતી જતી ઘણી ટ્રેનો રદ્દ, ઈન્ટરલોકિંગ કારણ, જુઓ લિસ્ટ
Last Updated: 09:36 PM, 18 July 2024
પશ્ચિમ રેલવેના વડોદરા મંડળ પર વડોદરા-ગૈરતપુર સેક્શનના કનીજ સ્ટેશન પર 21 જુલાઈ 2024ના રોજ નવા ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગ કામ માટે પ્રસ્તાવિત બ્લોકને કારણે અમદાવાદ મંડળ થી દોડતી/પસારથતી કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે. ચાલો સૌથી પહેલા એ લિસ્ટ જોઇએ કે ઇન્ટરલોકિંગ કામ માટે પ્રસ્તાવિત બ્લોકને કારણે આગામી 21 જૂલાઇએ કેટલી ટ્રેનો સંપૂર્ણ રદ કરાઇ છે
ADVERTISEMENT
21 જુલાઈ 2024ની સંપૂર્ણ રદ્ કરાયેલી ટ્રેનો
ADVERTISEMENT
21 જુલાઈ 2024 ની રોજ આંશિક રીતે રદ્ ટ્રેનો
ટ્રેનોના સ્ટોપેજ નો સમય અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે પેસેન્જર્સ www.enquiry.indianrail.gov.in પર જઈને માહિતી મેળવી શકે છે
સાણંદ સ્ટેશન
સાણંદ સ્ટેશન પર ઈન્ટરલોકિંગ કામને કારણે કેટલીક ટ્રેનો રદ રહેશે. જનસંપર્ક કાર્યાલય, પશ્ચિમ રેલવે, રાજકોટ ડિવિઝન દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન પર અમદાવાદ વિરમગામ સેકશનનાં ડીએફસીસીઆઈએલના સાણંદ (દક્ષિણ) સ્ટેશનથી સાણંદ સ્ટેશનની કનેકિટવિટીના સંબંધમાં નોન ઈન્ટર લોકિંગ કાર્યને કારણે રાજકોટ ડિવિઝનમાંથી ચાલતી પસાર થતી કેટલીક ટ્રેનો રદ્દ રહેશે.
જેમાં 20 અને 21 જુલાઈના ટ્રેન નં.19119 ગાંધીનગર કેપીટલ- વેરાવળ એકસપ્રેસ, તા.19 અને 20 જુલાઈના ટ્રેન નં.19120 વેરાવળ-ગાંધીનગર કેપીટલ એકસપ્રેસ તા.19 અને 20 જુલાઈના ટ્રેન નં.22959 વડોદરા-જામનગર ઈન્ટરસીટી એકસપ્રેસ તા.20 અને 21 જુલાઈના ટ્રેન નં.22960 જામનગર-વડોદરા ઈન્ટરસીટી એકસપ્રેસ રદ કરવામાં આવી છે.
આ ટ્રેનો પણ આંશિક રીતે રદ
21થી 29 જુલાઈ સુધી સાબરમતી-જોધપુર એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે. પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન પર અમદાવાદ-પાલનપુર સેક્શનમાં કમલી-સિદ્ધપુર-ધારેવાડા સ્ટેશનો વચ્ચે ડબલ લાઇનના કામને કારણે, સાબરમતી-જોધપુર એક્સપ્રેસ સાબરમતી અને આબુ રોડ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
* 21 જુલાઈ થી 29 જુલાઈ, 2024 સુધી સાબરમતી થી ચાલતી ટ્રેન નંબર 14822 સાબરમતી-જોધુપર એક્સપ્રેસ સાબરમતી અને આબુ રોડ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
* 20 જુલાઈ થી 28 જુલાઈ, 2024 સુધી, જોધપુર થી ચાલતી ટ્રેન નંબર 14821 જોધપુર-સાબરમતી એક્સપ્રેસ આબુ રોડ અને સાબરમતી વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.