Due to negligence of the system, four mothers were deprived of their care, you will also be angry to know the cause of death.
કરુણાંતિકા /
તંત્રની લાપરવાહીના કારણે ચાર માતાઓથી કાળજાના કટકા છીનવાયા, મૃત્યુનું કારણ જાણીને તમને પણ ગુસ્સો આવશે
Team VTV02:10 PM, 05 Dec 22
| Updated: 02:12 PM, 05 Dec 22
રવિવારે મોડી રાત્રે બની હતી ઘટના. રાત્રે અચાનક હોસ્પિટલમાં પાવર કટ થઈ ગયો હતો. જેના કારણે વેન્ટિલેટર બંધ થઈ ગયું અને ચાર બાળકોના મોત થયા.
છત્તીસગઢમાં અચાનક મોડી રાત્રે હોસ્પિટલમાં થયો પાવર કટ
હોસ્પિટલમાં પાવર કટ થતા વેન્ટીલેટર બંધ થતા ચાર બાળકોના મોત
બાળકોના સગા-સબંધીએ હોસ્પિટલમાં મચાવ્યો હોબાળો
છત્તીસગઢમાં બેદરકારીનો મોટો મામલો સામે આવ્યો છે. જેમાં અંબિકાપુર મેડિકલ કોલેજમાં વેન્ટિલેટર બંધ થવાને કારણે 4 નવજાત બાળકોના મોત થયા છે. બાળકોના મોત બાદ સ્વજનોએ હોબાળો મચાવ્યો હતો. પરિવારજનોએ હોસ્પિટલ પ્રશાસન પર બેદરકારીનો આરોપ પણ લગાવ્યો છે.
સૂત્રો દ્વારા જાણવા મળતી માહિતી મુજબ આ ઘટના રવિવારે મોડી રાત્રે બની હતી. રાત્રે હોસ્પિટલમાં પાવર કટ થઈ ગયો હતો. જેના કારણે વેન્ટિલેટર બંધ થઈ ગયું અને ચાર બાળકોના મોત થયા.
Chhattisgarh | 4 infants died at Ambikapur Medical College allegedly due to a power cut for 4 hrs in SNCU ward last night
I've instructed Health Secy to form probe team. Going to Ambikapur Hospital to gather more info. Further action will be ensured after probe: State Health Min pic.twitter.com/J0lWxsnfEC
બાળકોના સગા-સબંધીએ મચાવ્યો હોબાળો
આ બાબતે બાળકોના સગા-સબંધીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ ઘટના રવિવારે મોડી રાત્રે બની હતી. રાત્રે હોસ્પિટલમાં પાવર કટ થઈ ગયો હતો. જેના કારણે વેન્ટિલેટર બંધ થઈ ગયું અને ચાર બાળકોના મોત થયા. આ પછી હોસ્પિટલમાં હોબાળો મચી ગયો હતો. સુરગુજા કલેક્ટરે ઘટનાસ્થળે પહોંચીને માતા અને બાળકના વોર્ડનું નિરીક્ષણ કર્યું હતું. આરોગ્ય વિભાગ અને જિલ્લા વહીવટી તંત્રની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રી પણ રાયપુરથી અંબિકાપુર પહોચ્યા હતા.
राज्यपाल सुश्री अनुसुईया उइके ने अम्बिकापुर मेडिकल कॉलेज मे नवजात शिशुओं की मृत्यु पर गहरा शोक व्यक्त किया। उन्होंने शिशुओं की मृत्यु की उचित जांच एवं कार्यवाही कर परिवारों को राहत दिलाने एवं भविष्य में इस प्रकार की घटना को रोकने के संबंध में शासन एवं प्रशासन को निर्देशित किया।
જીલ્લા કલેક્ટર શું કહે છે
જિલ્લા કલેક્ટર કુંદન કુમારે જણાવ્યું હતું કે આ ઘટના રવિવાર મોડી રાતની છે. રાતે અચાનક પાવર કટ થયો હતો. જેના કારણે વેન્ટીલેટર બંધ થઈ ગતા હતા અને ચાર બાળકોના મોત નિપજ્યા હતા. જે બાદ હોસ્પિટલમાં હોબાળો મચી જવા પામ્યો હતો. ત્યારે સરગુજા કલેક્ટર ઘટના સ્થળે પહોચી શિશું વોર્ડનું નીરિક્ષણ કર્યું હતું અને સ્વાસ્થ્ય વિભાગ અને જીલ્લા પ્રશાસનની ટીમ પણ પહોંચી ગઈ હતી. ત્યારે સ્વાસ્થ્ય મંત્રી પણ રાયપુરથી અમ્બિકાપુર પહોંચી ગયા હતા.