બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / વિવાદ વચ્ચે અપૂર્વા મખીજાને મોટો ઝટકો, આ લિસ્ટમાંથી કરાઇ દૂર, શૂટ કેન્સલ

મનોરંજન / વિવાદ વચ્ચે અપૂર્વા મખીજાને મોટો ઝટકો, આ લિસ્ટમાંથી કરાઇ દૂર, શૂટ કેન્સલ

Last Updated: 11:06 AM, 19 February 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છેલ્લા થોડા દિવસથી કોમેડિયન સમય રૈનાના શો ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટને લઈને વિવાદ ચાલી રહ્યો છે. આ શોના કન્ટેન્ટને લઈને વિવાદ ચાલી રહ્યો છે. જેમાં સામે રૈના અને રણવીર અલ્હાબાદિયા સામે કેસ પણ દાખલ થયો છે અને બંને એ આ વિશે માફી પણ માંગી છે. ત્યારે આ શોમાં રણવીર અલ્હાબાદિયા ઉપરાંત અપૂર્વા માખીજા પણ આ દરમિયાન ગેસ્ટ રહી હતી. સમય રૈના, રણવીર અલ્હાબાદિયા, આશિષ ચંચલાની સાથે અપૂર્વા સામે પણ FIR દાખલ થઈ હતી.

અર્પૂવા 'રેબલ કિડ'ના નામથી ઓળખાય છે. સોશિયલ મીડિયા પર તેના લાખો ફોલોઅર્સ છે. ઇન્સ્ટાગ્રામ પર લગભગ 27 લાખ અને યુટ્યુબ પર 5 લાખ સબ્સક્રાઇબર્સ છે. અપૂર્વા માખીજા ઉર્ફે ‘રેબલ કિડ’ કન્ટેન્ટ ક્રિએટર કરતાં પહેલા તે એક કંપનીમાં સેલ્સ એન્જિનિયર એનાલિસ્ટ હતી. સમય રૈનાના શો ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટમાં તે પણ હજાર હતી અને રણવીર અલ્હાબાદિયા એ ભદ્દી કમેંટ કર્યા પછી તે શોમાં હજાર રહેલા 4 ગેસ્ટ પર પણ અનૈ અસર જોવા મળી છે. અપૂર્વા માખીજાને પણ રણવીર સાથે ખોટનો સામનો કરવો પડી રહયો છે. આ શોમાં હાજર રહેલા ક્રિએટરના ફોલોવર્સની સંખ્યામાં ઘટાડો થયો છે સાથે તેમના હાથમાંથી આગામી પ્રોજેક્ટ પણ જઈ રહ્યા છે.

શૂટિંગ કરાયું કેન્સલ

‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ શોમાં અભદ્ર ટિપ્પણીઓ કર્યા બાદ રાજસ્થાનમાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અપૂર્વા માખીજા સામે વિરોધ પ્રદર્શનો વધુ તીવ્ર બન્યા છે. આ પછી પ્રવાસન વિભાગ દ્વારા અપૂર્વાના નામને IIFA એવોર્ડ્સના પ્રમોટર્સની યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યું છે. અપૂર્વાને 20 ફેબ્રુઆરીએ ઉદયપુરમાં IIFA શો માટે શૂટિંગ કરવાનું હતું. પરંતુ રાજપૂત કરણી સેનાએ ચેતવણી આપી કે તેઓ ફક્ત અશ્લીલતા ફેલાવનારાઓનો વિરોધ જ નહિ કરે પરંતુ તેમના પર જૂતા પણ ફેંકશે. ઉલ્લેખનીય છે કે ત્યાં આ પહેલા કોટામાં અપૂર્વા અંગે કેસ નોંધાયેલો છે. અપૂર્વા વિરુદ્ધ તેની વિવાદાસ્પદ ટિપ્પણી બાદ વિવાદ વધી રહ્યો છે.

પ્રમોટર્સના લિસ્ટમાંથી બહાર

આ અંગે રાજપૂત કરણી સેનાના વિભાગીય વડા ડૉ. પરમવીર સિંહ દુલાવતે એક મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, " આ લોકો પોતાને સુપરસ્ટાર બનાવવા માટે સોશિયલ મીડિયા પર ધર્મ, સંસ્કૃતિ અને મૂલ્યોને નેવે મૂકીને વીડિયો બનાવે છે." ટુરિઝમ વિભાગ આ વખતે IIFA એવોર્ડ્સનું શૂટિંગ મેવાડ ખાતે કરવાનું છે ત્યારે તે પહેલા કરણી સેનાએ ચેતવણી આપતા કહ્યું કે , " અમે જે કહીએ છીએ તે કરીએ છીએ. અમે અશ્લીલતા ફેલાવનારા અને અસંસ્કારી લોકોનો વિરોધ નહીં કરીએ બલ્કે અમે તેમને અહીં જૂતાથી મારીશું. તેમણે વધુમાં કહ્યું કે જે ક્ષણે તેઓ ડાબોક એરપોર્ટની જમીન પર ઉતરશે, ત્યાંથી જ તેમનો બહિષ્કાર શરૂ થઈ જશે. અમે પ્રવાસન વિભાગને વિનંતી કરીએ છીએ કે મેવાડની ભૂમિ પર આવું પગલું ભરે." પ્રવાસન વિભાગે અપૂર્વા સામે કરણી સેનાનો આ વિરોધ અને વિવાદને ધ્યાનમાં લઈને તેનું નામ પ્રમોટર્સની યાદીમાંથી દૂર કરી દીધું છે.

વધુ વાંચો: તમામ ફિલ્મોને પછાડી 'છાવા' બની 2025ની નંબર 1 મૂવી, બોક્સ ઓફિસ પર કરી રહી છે છપ્પરફાડ કમાણી

મોડેલ કમ અભિનેત્રી

અપૂર્વા એક મોડેલની સાથે અભિનેત્રી પણ છે. વર્ષ 2023માં તેણે વેબ શો Who’s Your Gynac સાથે અભિનયની શરૂઆત કરી હતી. વર્ષ 2024માં તેણે ડિઝાઇનર તરુણ તહિલિયાની માટે રેમ્પ વોક કર્યું હતું. અપૂર્વાના કહેવા મુજબ તે બ્રેકઅપના કારણે તે કન્ટેન્ટ ક્રિએટર બની હતી. અને કન્ટેન્ટ ક્રિએટ કરીને તે નોકરી કરતાં વધુ કમાણી કરી લેતા તેણે નોકરી છોડી દીધી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Apoorva Makhija karni sena punjab president Tourism Department
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ