ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની જળસપાટીમાં સતત બીજા દિવસે વધારો નોંધાયો છે. સારા વરસાદને પગલે ડેમની સપાટીમાં છેલ્લા 24 કલાકમાં 42 સે.મીનો વધારો થયો છે. મહત્વનું છે કે, હાલ મધ્યપ્રદેશમાં સારા વરસાદના કારણે હજુ પણ જળસપાટી વધી શકે છે. ડેમમાં પાણીની આવક થતાં જળ સપાટી વધીને 120.22 મીટરે પહોંચી છે. આ સાથે ઉપરવાસમાંથી 35 હજાર 696 ક્યૂસેક પાણીની આવક થઈ છે.
નર્મદા ડેમની જળ સપાટીમાં આજે ફરી વધારો
નર્મદા ડેમની જળ સપાટીમાં છેલ્લા 24 કલાકમાં 42 સે.મીનો વધારો નોંધાયો છે. ઉપરવાસમાં વરસાદને કારણે સપાટીમાં વધારો થયો છે. આ તરફ ડેમમાં પાણીની આવક થતાં જળ સપાટી વધીને 120.22 મીટરે પહોંચી છે. ઉપરવાસમાંથી 35 હજાર 696 ક્યૂસેક પાણીની આવક થયા છે.
નર્મદા કેનાલમાં 3 હજાર 632 ક્યૂસેક પાણી છોડાયું
આ તરફ ડેમની સપાટીમાં વધારો કરવા RBPHના તમામ યુનિટ બંધ છે. આ આથે CHPHનું માત્ર 1 યુનિટ અત્યારે કાર્યરત છે. જળ સપાટીમાં વધારો થતાં નર્મદા કેનાલમાં 3 હજાર 632 ક્યૂસેક પાણી છોડાયું છે.
ગઇકાલે પણ ડેમની સપાટીમાં વધારો નોંધાયો હતો
નર્મદા ડેમની સપાટીમાં ગઇકાલે પણ વધારો થયો હતો. કેચમેન્ટ વિસ્તારમાં સારા વરસાદને પગલે ડેમની સપાટી 4 મીટર જેટલી વધી હતી. ગઇકાલેનર્મદા ડેમની સપાટી 119.80 મીટરે પહોંચી હતી. ઉપરવાસમાંથી 44,957 ક્યૂસેક પાણીની આવક થઈ હતી. ગઇકાલે નર્મદા ડેમમાં 1198 MCM (મ્યુલીયન ક્યુબિક મીટર) લાઈવ પાણીનો જથ્થો હતો.