Due to financial constraints, the farmer committed suicide by swallowing poisonous drug in the farm itself.
જામનગર /
આર્થિક સંકડામણના કારણે ખેડૂતે વાડીમાં જ ઝેરી દવા ગટગટાવીને કર્યો આપઘાત, હજામચોરા ગામમાં ચકચાર મચી
Team VTV07:41 PM, 20 May 22
| Updated: 07:58 PM, 20 May 22
જામનગર જિલ્લાના ધ્રોલના હજામચોરા ગામે એક ખેડૂતે આર્થિક સંકડામણને કારણે ઝેરી દવા ગટગટાવીને આપઘાત કરી લેતાં ભારે ચકચાર મચી જવા પામી છે.
ધ્રોલના હજામચોરા ગામના ખેડૂતે ટૂંકાવ્યુ જીવન
આર્થિક સંકડામણને કારણે ગટગટાવી ઝેરી દવા
પોતાની વાડીમાં જ ખેડૂતે આપઘાત કર્યો
ધ્રોલના હજામચોરા ગામના ખેડૂતે ટૂંકાવ્યું જીવન
જામનગર જિલ્લાના ધ્રોલના હજામચોરા ગામના એક ખેડૂતે આર્થિક સંકળામણમાં આવી જઈ આખું વર્ષ પરિવારનું ગુજરાન કેવી રીતે ચલાવીશ તેવા વિચારથી ત્રસ્ત થઈ પોતાની જ વાડીમાં ઝેરી દવા ગટગટાવીને પોતાની જીવાદોરી ટૂંકાવી છે.
આર્થિક સંકડામણને કારણે પીધી દવા
સમગ્ર રાજ્ય સહિક સૌરાષ્ટ્રમાં આ વર્ષે પ્રકૃતિનો કહેર એક પછી એક સતત ચાલુ રહેવા પામ્યો હતો.જને લઈને ખેડૂતો ભારે આર્થિક સંકળામણનો સામાનો કરી રહ્યા છે. ત્યારે જામનગર જિલ્લામાં પણ આવી રીતે ખેડૂતો પર આખા વર્ષનું ગુજરાન કેવી રીતે ચલાવવું તેવો પ્રશ્ન ભમી રહ્યો છે ત્યારે આજે જામનગર જિલ્લાના ધ્રોલના હજામચોરા ગામના રવજીભાઈ રાસમિયાએ નામના ખેડૂતે પોતાના ખેતરમાં જઈને ઝેરી દવા પીને આપઘાત કરી લેતા ભારે અરેરાટી પ્રસરી છે.
સમગ્ર મામલે પોલીસે હાથધરી કાર્યવાહી
બનાવની પોલીસને જાણ કરાતા ધ્રોલ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ધસી ગયો હતો. પોલીસે મૃતક રવજીભાઈ રાસમિયાના દિવ્યાંગ પુત્રનું નિવેદન નોંધ્યું છે. અને મૃતદેહનું પી.એમ. કરાવી તપાસ શરૂ કરી છે. પોલીસે આ ખેડૂતની આત્મહત્યા પાછળ પાક નિષ્ફળ જવાનું કારણ છે કે અન્ય કોઈ કારણ છે? તે તપાસવા માટે તપાસનો દૌર ઘનિષ્ઠ બનાવ્યો છે.