બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ખાડાનું ઓપરેશન કરો સરકાર! ઘણી જગ્યાએ રોડનું નામોનિશાન નહીં, આ તસવીરો ચાડી ખાય છે

photo-story

5 ફોટો ગેલેરી

વાહનચાલકો પરેશાન / ખાડાનું ઓપરેશન કરો સરકાર! ઘણી જગ્યાએ રોડનું નામોનિશાન નહીં, આ તસવીરો ચાડી ખાય છે

Last Updated: 08:15 PM, 4 August 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

રાજ્યમાં અત્યાર સુધી સાર્વત્રિક સારો વરસાદ નોંધાયો છે.. પરંતુ વધારે વરસાદને કારણે રાજ્યમાં અનેક શહેરોમાં રોડ-રસ્તાઓ પર એટલા ખાડા પડી ગયા છે કે વાહન ચાલકોનો દમ નીકળી રહ્યો છે..

1/5

photoStories-logo

1. રાજકોટ

રાજકોટમાં વરસાદ બાદ ઠેર-ઠેર રસ્તા પર ગાબડા પડ્યા છે, શહેરના ગોંડલ રોડ પર આવેલ મક્કમ ચોક નજીક રસ્તા પર ગાબડા પડ્યા છે, એક - એક ફૂટના ગાબડા પડતા વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. સુરત

આ વર્ષે ચોમાસાની સીઝનમાં સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતના જિલ્લામાં વરસી રહ્યો છે... સુરતમાં છેલ્લા 15 દિવસથી અવિરતપણે વરસાદે ધામા નાખ્યા છે.. ત્યારે ભારે વરસાદને પગલે શહેરના રસ્તાઓની હાલત બિસ્માર બની છે..સૌથી વધુ વિકસીત શહેરની હાલત કફોડી બની છે..શહેરના 400 જેટલા રસ્તાઓ તૂટી ગયા છે..

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. વડોદરા

વડોદરામાં પણ એવીજ સ્થિતિ છે. વડોદરામાં આ વખતે ખુબ સારો વરસાદ વરસ્યો છે.. પરંતુ સતત વરસેલા વરસાદને કારણે રોડ પર જ્યાં જુઓ ત્યાં ખાડા નજરે પડી રહ્યા છે, જેને કારણે વાહનચાલકોને હેરાન-પરેશાન થવું પડી રહ્યું છે

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. મહેસાણા

જો તમે કડીમાં જાઓ તો કમર સાચવજો...કારણ કે કડીના શાસકોના મણકાતોડ વિકાસને લઇ શહેરમાં ઠેર ઠેર ખાડાઓ જોવા મળી રહ્યા છે...કડીના કલ્યાણપુરા રોડ, માર્કેટ યાર્ડ રોડ, શેફાલી રોડ સહિતના વિસ્તારોમાં રોડ કમ ખાડા વધારેની સ્થિતિ જોવા મળી રહી છે

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. અમદાવાદ

અમદાવાદ ખાડા નગરી બન્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.શહેરના આંબલી થી ઘુમા તરફ જતા રોડની હાલત બિસ્માર બની છે.રસ્તા પર મસમોટા ખાડાથી વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે. રસ્તા પર ઠેર-ઠેર ખાડાને કારણે વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

pothole Rain Road Rain

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ