બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Due to casteism, the people of the village came to the crematorium and stopped the funeral
Priyakant
Last Updated: 11:06 AM, 21 December 2023
ADVERTISEMENT
Panchmahal News : પંચમહાલથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, અહીં જ્ઞાતિવાદની ભિન્નતા રાખનારા ઈસમો દ્વારા એક મૃતક મહિલાની અંતિમવિધિ અટકાવી હતી. પ્રાથમિક માહિતી પ્રમાણે આ મહિલાનું પ્રસૂતિના 12 દિવસ બાદ મોત થયું હતું. જે બાદમાં મૃતકના પરિજનો તેમના મૃતદેહને વતનમાં અંતિમવિધિ માટે લાવ્યા હતા. જોકે ગામના કેટલાક જ્ઞાતિવાદની ભિન્નતા રાખનારા ઈસમો તેમણે અંતિમ સંસ્કાર કરતાં અટકાવ્યા હતા. જે બાદમાં તેમણે 2 દિવસ સુધી મૃતદેહને ઘરમાં જ રાખી અને બાદમાં ખેતરમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
21મી સદીમાં પણ જ્ઞાતિવાદની ભિન્નતા રાખનારા લોકો મોતનો મલાજો નથી જાળવતા. પંચમહાલ જિલ્લાના ઘોઘંબાના કંકોડાકોઈ ગામેથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં જ્ઞાતિવાદની ભિન્નતા રાખનારા ઈસમો દ્વારા અંતિમવિધિ અટકાવી હતી. વિગતો મજબ કંકોડાકોઈ ગામના નાયક પરિવારની મહિલાનું પ્રસૂતિના 12 દિવસ બાદ મૃત્યુ થયું હતું. જેથી અંતિમવિધી માટે તેમના વતન કંકોડાકોઈ ગામે લાવવામાં આવ્યા હતા. જોકે ગામના સ્મશાનમાં અંતિમવિધિ કરવાની ગામના કેટલાક લોકો દ્વારા મનાઈ કરવામાં આવતા મૃતદેહને બે દિવસ ઘરમાં રાખવો પડ્યો હતી. જે બાદમાં પોતાની માલિકીના ખેતરમાં મહિલાના અંતિમ સંસ્કાર કર્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.