બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Due to boyfriends, the lock was thrown out

મુંબઈનો શૉકિંગ કેસ / બોયફ્રેન્ડ્સના કારણે સગી માનું કાસળ કાઢી નાંખ્યું: લાશના ટુકડા કરી રાખ્યા, 200 પરફ્યુમની બોટલ વાપરી!

Mahadev Dave

Last Updated: 10:46 PM, 16 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુંબઈમાં 24 વર્ષની રિમ્પલે તેની માતાને મોતને ઘાટ ઉતારી દેતા અરેરાટી મચી જવા પામી છે.

  • મુંબઈમાં હત્યા અંગેની ચોંકાવનારી ઘટના
  • પુત્રીએ 55 વર્ષની માતાને મોતને ઘાટ ઉતારી દેતા અરેરાટી
  • નિર્દયી પુત્રીએ મૃતદેહના ટુકડા કરી નાખ્યા

મુંબઈમાં હત્યા અંગેની ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં 24 વર્ષની રિમ્પલ જેને ચાર મહિના અગાઉ તેની 55 વર્ષની માતાને મોતને ઘાટ ઉતારી દેતા અરેરાટી મચી જવા પામી હતી. નિર્દયી પુત્રીએ મૃતદેહના ટુકડા કરી નાખ્યા હતા. બાદમાં ધડ અને માથાને અલગ કરી અને પ્લાસ્ટિકમાં પેક કરી દીધા હતા અને અલમારીમાં મૂક્યા બાદ હાથ અને પગને સ્ટીલની ટાંકીમાં ભરી મુકિ દીધા હતા. વાસનાં આવે એ માટે 200 પરફ્યુમની બોટલ વાપરી હોવાનું સામે આવ્યું છે આ સનસનાટી મચાવતી ઘટનાને પગલે ડીસીપી પ્રવીણ મૂંડેએ કહ્યું કે આરોપી રિમ્પલની ધરપકડ કરી લીધી છે. જ્યારે હત્યામાં ઉપયોગમાં લેવાયેલ મર્બલ કટર, કોઇતા અને સુડી સહિતની વસ્તુઓ કબજે કરવામાં આવી છે.

Topic | VTV Gujarati

શંકા જતા હાથ ધરાઈ તપાસ

આ મામલે પોલીસે સૂત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર આરોપી રિમ્પલના બે બોયફ્રેન્ડ હતા આ બાબતે તેની માતા સાથે તેણીને અવારનવાર માથાકૂટ થતી હતી. ત્યારબાદ રીમ્પલે તેની માતાની આ ઝઘડામાં જ હત્યા કરી નાખી હોવાનું સામે આવ્યું છે. આ મામલે શંકા જતા કાલાચોકી પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. 


તપાસમાં સમગ્ર ભાંડો ફૂટ્યો
ફરિયાદને આધારે પોલીસે હત્યાનો ભેદ ઉકેલ કાઢવા રીમ્પલના ચોલનુંમાના ઘરે તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન ઘરમાંથી દુર્ગંધ આવતા પોલીસની શંકા પ્રબળ બની હતી અને તપાસ દરમિયાન અલગ અલગ જગ્યાએથી લાશના ટુકડા મળી આવ્યા હતા. આ દરમિયાન રીમ્પલે પોતાની આ લાસ કોની છે તે અંગે ખબર ન હોવાનું કહી ઢાંકપીછડો કર્યો હતો પરંતુ તેના ભાઈએ લાશને ઓળખી બતાવતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. ત્યારબાદ પોલીસે રીમ્પલની પૂછપરછ કરી અને હત્યા પ્રકરણમાં તેના બોયફ્રેન્ડ મદદગારી કરી છે કે કેમ તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. હાલ શંકાસ્પદ બોયફ્રેડની તપાસ ચાલી રહી છે.

સંકળાયેલા મુદ્દાઓ

murder અરેરાટી માતાની હત્યા મુંબઈ રિમ્પલ Murder
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ