બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / Due to 46% rainfall deficit in Gujarat, many dams are bottomless and there is lack of rainfall in many talukas
Vishnu
Last Updated: 03:52 PM, 12 August 2021
ADVERTISEMENT
રાજ્યમાં વરસાદની અછત સર્જાઇ શકે છે. મોન્સૂન ઓડિટ રિપોર્ટ મુજબ રાજ્યમાં અત્યાર સુધી 36.30 ટકા વરસાદ થયો છે. ગત વર્ષે 11 ઓગસ્ટ સુધી રાજ્યમાં 58 ટકા વરસાદ થયો હતો. ગત વર્ષની સરખામણીએ 22 ટકા ઓછો વરસાદ છે. અત્યારસુધી રાજ્યમાં 19 ઇંચ વરસાદ થવો જોઈતો હતો, જેને બદલે માત્ર 10 ઇંચ થયો છે, જે 46 ટકાની ઘટ દર્શાવે છે. રાજ્યમાં તમામ 33 જિલ્લામાં સરેરાશથી ઓછો વરસાદ છે. 15 જિલ્લામાં 50 ટકાથી પણ વધારે વરસાદની ઘટ છે. રાજ્યના બે તાલુકા લાખણી અને થરાદમાં બે ઇંચથી પણ ઓછો વરસાદ છે. રાજ્યના 25 તાલુકામાં 5 ઇંચથી ઓછો વરસાદ છે. માત્ર 4 તાલુકામાં 40 ઇંચથી વધારે વરસાદ છે, જેમાં નવસારીમાં ખેરગામ, વલસાડમાં ધરમપુર, કપરાડા અને વાપી તાલુકાઓ છે.
વરસાદી ઘટથી આફત
ADVERTISEMENT
ગાંધીનગરમાં 64 ટકા, અરવલ્લીમાં 63 ટકા, સુરેન્દ્રનગરમાં 59 ટકા, તાપીમાં સરેરાશથી 56 ટકા, દાહોદ અને ગીર-સોમનાથ જિલ્લામાં 55 ટકા વરસાદની ઘટ છે. ગુજરાતના 207 જળાશયમાંથી માત્ર 5 જળાશય 100 ટકા ભરેલાં છે. હાલમાં કુલ જળસંગ્રહ 47.54 ટકા છે. સરદાર સરોવર ડેમમાં 46.60 ટકા છે. ઉત્તર ગુજરાતમાં 24.38 ટકા, મધ્યમાં 43.74 ટકા, દક્ષિણમાં 57.82 ટકા, કચ્છમાં 22.69 ટકા, સૌરાષ્ટ્રમાં 40.52 ટકા પાણીનો સંગ્રહ છે. માત્ર 25 ડેમોમાં જ 70 ટકાથી વધુ પાણી છે. 95 જળાશયમાં 25 ટકાથી પણ ઓછું પાણી છે.
કયા ઝોનમાં કેટલો વરસાદ?
વરસાદ | ઉત્તર ગુજરાત | મધ્ય ગુજરાત | દક્ષિણ ગુજરાત | કચ્છ | સૌરાષ્ટ્ર |
સરેરાશ | 28.22 ઇંચ | 31.73 ઇંચ | 57.55 ઇંચ | 17.40 ઇંચ | 27.59 ઇંચ |
હાલમાં | 8.8 ઇંચ | 11.02 ઇંચ | 23.14 ઇંચ | 5.51 ઇંચ | 9.33 ઇંચ |
ટકા | 31 ટકા | 35 ટકા | 40 ટકા | 31 ટકા | 35 ટકા |
કયા તાલુકામાં વરસાદની ઘટ?
જિલ્લો | તાલુકો | સરેરાશ | હાલમાં | ટકા |
બનાસકાંઠા | લાખણી | 23.89 ઇંચ | 1.81 ઇંચ | 7.57 ટકા |
બનાસકાંઠા | થરાદ | 17.32 ઇંચ | 1.85 ઇંચ | 10.67 ટકા |
કચ્છ | લખપત | 14.05 ઇંચ | 2.08 ઇંચ | 14.86 ટકા |
બનાસકાંઠા | વાવ | 20.15 ઇંચ | 2.48 ઇંચ | 12.30 ટકા |
પાટણ | સાંતલપુર | 17.44 ઇંચ | 2.48ઇંચ | 14.24 ટકા |
કચ્છ | અબડાસા | 15.82 ઇંચ | 2.99ઇંચ | 18.89 ટકા |
કચ્છ | રાપર | 19.29 ઇંચ | 3.38 ઇંચ | 17.55 ટકા |
કયા ઝોનમાં ડેમ કેટલા ભરાયા?
--------------- |
ઉત્તર ગુજરાત |
મધ્ય ગુજરાત | દક્ષિણ ગુજરાત | કચ્છ | સૌરાષ્ટ્ર |
ડેમ | 15 | 17 | 113 | 20 | 14 |
પૂર્ણ ભરેલા | 0 | 0 | 1 | 0 | 4 |
જળસંગ્રહ |
24.38 ટકા | 43.74 ટકા | 57.82 ટકા | 22.69 ટકા | 40.52 ટકા |
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.