DUBAI SHEIKH MAHHOMED RASHID WILL CHANGE CITY'S NAME TO HINDI CITY
વિશ્વ /
UAEનાં એક શહેરનું નામ 'હિંદી સિટી' કરાશે, શેખ મહોમ્મદ રાશિદે કર્યું એલાન
Team VTV07:59 PM, 31 Jan 23
| Updated: 09:38 PM, 31 Jan 23
UAEનાં શાસક શેખ મહોમ્મદ બિન રાશિદ અલ મકતૂમેએ આદેશ આપ્યો છે કે UAEનાં એક શહેરનું નામ બદલીને 'હિંદી સિટી' કરી દેવામાં આવશે.
UAEનાં શાસકે શહેરનું નામ બદલવાનું કર્યું એલાન
અલ મિનહાદ શહેરનું નામ બદલીને 'હિંદી સિટી' કરાશે
શહેરને 4 ઝોનમાં વહેંચવામાં પણ આવશે
UAEનાં શાસક શેખ મહોમ્મદ બિન રાશિદ અલ મકતૂમેએ આદેશ આપ્યો છે કે દુબઈનાં અલ મિનહાદ શહેરનું નામ બદલીને 'હિંદી સિટી' કરી દેવામાં આવશે.તેમના આ આદેશ બાદ અલ મિનહાદ શહેરને ચાર ઝોનમાં વહેંચી દેવામાં આવ્યું છે. હવે તેને હિંદ 1, હિંદ 2, હિંદ 3 અને હિંદ 4નાં નામથી ઓળખવામાં આવશે. સંયુક્ત અરબ અમીરાતને ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ આદેશ આપ્યો કે UAEનાં એક જિલ્લાનું નામ બદલવામાં આવશે. તેમના આદેશ પર અલ મિનહાદ અને તેની આસપાસનાં વિસ્તારોને હવે હિંદ સિટી નામે ઓળખવામાં આવશે.
શા માટે રાખ્યું 'હિંદ સિટી' નામ?
અલ મકતૂમે પોતાની પત્ની શેખા હિંદ મકતૂમ બિન જુમાનાં નામ પર આ જગ્યાનું નામ બદલવાની ઘોષણા કરી છે. હિંદ અરબી મહિલાઓની વચ્ચે એક પ્રચલિત નામ છે. હિંદ સિટી 83.9 કિલોમીટરમાં ફેલાયેલ છે અને તેમાં 4 મુખ્ય ઝોન પણ બનાવવામાં આવ્યાં છે.
'બુર્જ ખલીફા' નામ રખાયું 2010માં..
UAEનાં આ શહેરમાં અમીરાત રોડ, એલ એન રોડ અને જેબેલ અલી-લેહબાબ રોડ સહિત યૂએઈનાં અનેક મુખ્ય માર્ગોનો સમાવેશ થાય છે. UAEમાં કોઈ મહત્વપૂર્ણ શહેરનું નામ બદલવું એ પહેલી ઘટના નથી. આ પહેલાં 2010માં સંયુક્ત અરબ અમીરાતનાં રાષ્ટ્રપતિ અને અબૂ ધાબીનાં શાસક શેખ ખલીફા બિન જાયલ અલ નાહયાને બુર્જ દુબઈનું નામ બદલીને 'બુર્જ ખલીફા' કરી દીધેલ હતું.
કોણ છે શેખ અલ મકતૂમ?
શેખ મહોમ્મદ બિન રાશિદ અલ મકતૂમ સંયુક્ત અરબ અમીરાતનાં પ્રભાવી શાસક માનવામાં આવે છે. તે યૂએઈનાં ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને રક્ષા મંત્રી હોવાની સાથે-સાથે દુબઈનાં શાસક પણ છે. અલ મકતૂમ સંયુક્ત અરબ અમીરાતનાં પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અને દુબઈનાં શાસક શેખ રાશિદ બિન સઈદ મકતૂમનાં ત્રીજા પુત્ર છે. 2006માં પોતાના ભાઈ મકતૂમની મૃત્યુ બાદ મહોમ્મદે ઉપરાષ્ટ્રપતિ અને શાસકનાં રૂપમાં પદભાર સંભાળ્યો હતો.