AI પ્લેન ક્રેશ / લેન્ડિંગ સમયે પ્લેન લપસતા 30 ફૂટ ઉંડી ખીણમાં ખાબક્યું, થયા 2 ટુકડાં, જુઓ Photos

Dubai-Kozhikode Air India flight splits Karipur runway photos

કેરળના કોઝિકોડ એરપોર્ટ પર રન-વે પર એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું હતું. વિમાન રનવે પર લપસી પડ્યા બાદ વિમાન ક્રેશ થતાં બે ટુકડા થયા હતાં. જેની તસવીરો સામે આવી છે જેમાં પ્લેનના બે ટુકડા થયેલા દેખાય છે. આ વિમાનમાં 174 મુસાફર, 10 બાળકો, 2 પાયલોટ અને 5 ક્રૂ મેમ્બર્સ સવાર હતા. આ દુર્ઘટનામાં પ્રાથમિક અહેવાલમાં સૂત્રો તરફથી એક પાયલટ સહિત 15ના કુલ મોત, 123 ઇજાગ્રસ્ત અને ગંભીરરીતે 15 ઇજાગ્રસ્ત થયાની ખબર મળી રહી છે. હજુ મોતનો આંક વધે તેવી આશંકા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ