તૈયારી /
દેશમાં કોરોના વૅકિસનને લઈને 2 જાન્યુઆરીથી શરૂ થશે સૌથી મોટું આ અભિયાન
Team VTV03:24 PM, 31 Dec 20
| Updated: 03:29 PM, 31 Dec 20
નવા વર્ષની શરુઆતની સાથે દેશમાં હવે કોરોના વેક્સીનને લઇને મોટાપાયે તૈયારી શરુ થઇ ગઇ છે. ભારત સરકારે નિર્ણય લીધો છે કે 2 જાન્યુઆરીથી દેશમાં દરેક રાજ્યમાં કોરોના વેક્સીનની ડ્રાઇ રન કરવામાં આવશે. આરોગ્ય મંત્રાલયે ગુરુવારની બેઠકમાં આ અંગેનો નિર્ણય લીધો છે.
અત્યારસુધીમાં દેશના 4 રાજ્યોમાં આવી ડ્રાઇ રન કરવામાં આવ્યું હતું. જેમાં પંજાબ, આસામ, ગુજરાત અને આંધ્ર પ્રદેશમાં કરવામાં આવી હતી. 4 રાજ્યોમાં ડ્રાઇ રનને લઇને સારા પરિણામ સામે આવ્યા હતા, ત્યાર બાદ સરકારે દેશમાં આ ડ્રાઇ રનને લાગુ કરવાનો નિર્ણય લીધો છે.
ડ્રાઇ રનમાં શું હોય છે?
આરોગ્ય મંત્રાલયના નિર્દેશો અનુસાર ડ્રાઇ રનમાં રાજ્યને પોતાના બે શહેરોની પસંદગી કરવી પડશે. આ બન્ને શહેરોમાં વેક્સીનના શહેરમાં પહોંચાડવા, હોસ્પિટલ સુધી લઇ જવા, લોકોને બોલાવા, ફરી ડોઝ આપવાની પૂરી પ્રક્રિયાનું પાલન એવી રીતે કરવામાં આવશે, જેમ કે વેક્સીનેશન થઇ રહ્યું હોય.
આ સાથે જ સરકારે કોરોના વેક્સીનને લઇને જે કોવિન મોબાઇલ એપને બનાવી છે, તેનું પણ ટ્રાયલ કરવામાં આવશે. ડ્રાઇ રન દરમિયાન જે લોકોને વેક્સીન આપવાની હોય છે, તેને SMS મોકલવામાં આવશે. ત્યાર બાદ અધિકારીઓને લઇને આરોગ્યકર્મી વેક્સીનેશન પર કરશે.
મુખ્ય રીતે તેમાં વેક્સીનની સ્ટોરેજ, વિતરણ અને ટીકાકરણની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવશે. જે શહેરની મોટી સરકારી હોસ્પિટલ અથવા અન્ય જગ્યાઓ પર કરવામાં આવી રહી હોય.
4 રાજ્યોમાં બે દિવસ સુધી ચાલી હતી ડ્રાઇ રન
દેશમાં ડ્રાઇ રન ચલાવ્યા પહેલા પંજાબ, આસામ, ગુજરાત અને આંધ્ર પ્રદેશમાં ડ્રાઇ રન કરવામાં આવી. પંજાબના લુધિયાના અને શહીદ ભગત સિંહ નગરમાં આ દરમિયાન સંપૂર્ણ સિસ્ટમને ઓનલાઇન અપનાવામાં આવી. વેક્સીનની સ્ટોરેજને લઇને લોકોને જાણકારી આપવા સુધીની પ્રક્રિયા ઓનલાઇન રીતે પાલન કરવામાં આવશે. અન્ય રાજ્યોમાં પણ આ પ્રક્રિયા 28, 29 ડિસેમ્બરના રોજ પસંદ કરવામાં આવી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપી હતી જાણકારી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારના રોજ વેક્સીનેશનને લઇને જાણકારી આપી. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે દેશમાં કોરોના વેક્સીનને લઇને તૈયારી પોતાના અંતિમ તબક્કામાં છે, જલ્દી જ દુનિયાની સૌથી મોટી વેક્સીનેશનનો પ્રોગ્રામ શરુ કરવામાં આવશે. પીએમ મોદીએ કહ્યું કે લોકોને વેક્સીન સાથે જોડાયેલી જાણકારી તેમને ફોન પર જ મળશે.
આ સાથે જ પીએમ મોદીએ લોકોને જણાવ્યું અને કહ્યું કે કોરોના વેક્સીનને લઇને જોડાયેલી અફવાઓથી બચો અને કોઇપણ મેસેજની પુષ્ટી કર્યા વગર આગળ ફોરવર્ડ ના કરો. પીએમ મોદીએ કહ્યું કે વેક્સીનના આવ્યા બાદ બધાએ શાંતિ રાખવી પડશે.
જલ્દી જ મળી શકે છે કોરોના વેક્સીનને મંજૂરી
દેશમાં કોરોના વેક્સીનને જલ્દી જ મંજૂરી મળી શકે છે. સીરમ ઇંસ્ટીટયૂટ દ્વારા તૈયાર થઇ રહેલી કોવિશીલ્ડને લઇને છેલ્લા થોડા દિવસ પહેલા નિષ્ણાંત કમિટીની બેઠક બોલાવામાં આવી. જો કે ગઇકાલે તો મંજૂરી મળી નહોતી, પરંતુ 1 જાન્યુઆરીના રોજ યોજનારી બેઠકમાં મંજૂરી મળવાની આશા છે.