બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Drunken Chakchur made the woman a victim of lust, the mother filed a police complaint

ઘોર કળીયુગ / નશામાં ચકચૂર બની જનેતાને જ બનાવી હવસનો શિકાર, માતાએ કરી પોલીસ ફરિયાદ

Vishal Khamar

Last Updated: 05:37 PM, 8 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જામનગરમાં નરાધમ પુત્રએ દારૂનાં નશામાં સગી જનેતા પર દુષ્કર્મ ગુજારતા ચકચાર મચી જવા પામી હતી. ત્યારે પુત્ર દ્વારા માતા પર બળાત્કાર ગુજારતા માતાએ પુત્ર વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

  • જામનગરમાં નરાધમ પુત્રએ માતા પર આચર્યું દુષ્કર્મ
  • દારૂનાં નશામાં ચકચુર બની માતાને જ બનાવી હવસનો શિકાર
  • નરાધમ પુત્રને સબક શીખવાડવા માતાએ કરી પોલીસ ફરિયાદ

જામનગરના સીટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં રહેતા એક નરાધમ પુત્રએ સગી જનેતા પર દુષ્કર્મ ગુજાર્યાનો કિસ્સો સામે આવતાં ભારે અરેરાટી પ્રસરી છે, અને નરાધમ પુત્ર પર ફિટકારની લાગણી વરસી રહી છે. સગી જનેતાની ફરિયાદના આધારે પોલીસે પુત્રની ધરપકડ કરી આગળની કાર્યવાહિ હાથ ધરી છે.

દારૂના નશામાં ચકચુર બની પોતાની માતાને જ હવસ નો શિકાર 
જામનગર શહેરમાં ભારે અરેરાટી જગાવનારા આ કિસ્સાની વિગત એવી છે કે જામનગરના સીટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં સ્લ્મ એરિયામાં રહેતી આઘેડ વયની એક મહિલા પર શનિવારે મોડી રાત્રે તેના જ નરાધમ પુત્રએ દુષ્કર્મ ગુજાર્યું હોવાની ઘટના સામે આવતાં ભારે ચકચાર મચી ગઈ છે. દારૂના નશામાં ચકચુર બની પોતાની માતાને જ હવસ નો શિકાર બનાવી લીધી હોવાનું સામે આવતાં ભારે હલચલ મચી ગઈ છે.

નરાધમ પુત્ર ને સબક શીખવાડવા માતાએ કરી પોલીસ ફરિયાદ
સૌપ્રથમ હતપ્રભ બની ગયેલી માતા ખૂબ જ રડતી રહી હતી, અને મૌન રહી હતી. પરંતુ પોતાના નરાધમ પુત્રને સબક શીખવાડવા માતા મક્કમ બની હતી, અને ગઈકાલે રાત્રે હિંમત કરીને ફરિયાદ કરવા માટે સીટી બી. ડિવિઝન પોલીસ મથકે પહોંચી ગઈ હતી, અને પોતાના પર દુષ્કર્મ ગુજારનાર નરાધમ પુત્ર સામે પોલીસ ફરિયાદ નોંધાવતાં પોલીસે દુષ્કર્મ ગુજારનાર પુત્ર સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધાયો છે. જે સૌ પ્રથમ ભાગી છુટ્યો હતો, પરંતુ પોલીસે તેને શોધી કાઢ્યો છે. અને રિમાન્ડ પર લેવા કાર્યવાહી હાથ ધરી છે. આરોપીના આડોશ પાડોશમાં રહેતા લોકો પણ ઉશ્કેરાયા હતા, અને સમગ્ર વિસ્તારમાં ભારે હલચલ મચી ગઈ છે. પોલીસ પણ સગા પુત્રના આવા દુષ્કૃત્યને લઈને અચંબામાં પડી ગઈ હતી, અને આરોપીની વિશેષ પૂછપરછ ચલાવવામાં આવી રહી છે.

એમ. બી. સોલંકી, Dy. sp જામનગર (તપાસ અધિકારી)


 

સંકળાયેલા મુદ્દાઓ

Alcohol intoxication Police Complaint Rape Case jamnagar જામનગર દારૂનો નશો દુષ્કર્મ પોલીસ ફરિયાદ jamnagar
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ