બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / VIDEO : મધરાતે મદહોશ બન્યું કપલ, રશિયન ગર્લે યુવાનના ખોળામાં બેસીને ચલાવી કાર, 3ને ઉડાવ્યાં
Last Updated: 10:12 PM, 6 February 2025
છત્તીસગઢી રાજધાની રાયપુરમાં વીઆઈપી રોડ પર સોમવારે મોડી રાતે થયેલા કાર એક્સિડન્ટમાં 3 યુવાનો ગંભીર રીતે ઘાયલ થયાં હતા. પૂરપાટ ઝડપે આવતી કારે એક્ટિવા પર સવાર ત્રણ યુવકોને અડફેટે લેતા ત્રણેય યુવકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
रायपुर
— Anshuman Sharma (@anshuman_sunona) February 6, 2025
VIP रोड में आधी रात एक तेज़ रफ्तार कार ने एक्टिवा सवार तीन युवकों को टक्कर मार दी, उन्हें गंभीर हालत में भर्ती कराया गया है
बताया जा रहा कार रशियन युवती चला रही थी युवक की गोद में बैठकर
दोनों नशे में धुत थे,
रशियन युवती ने मौके पर जमकर हंगामा किया
पुलिस ने दोनों को… pic.twitter.com/tRVNx20ml8
રશિયન મહિલા યુવાનના ખોળામાં બેઠી
ADVERTISEMENT
આ અકસ્માતમાં કારમાં એક યુવક અને એક રશિયન મહિલા હતી, જે બંને નશામાં હતા. ઘટનાને નજરે જોનારે દાવો કર્યો કે રશિયન મહિલા કાર ચલાવી રહેલા યુવકના ખોળામાં બેઠી હતી, જેના કારણે કાર બેકાબૂ થઈ ગઈ હતી અને અકસ્માત સર્જાયો હતો. તેનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે પોલીસ સાથે દલીલબાજી કરી રહી છે.
એક્સિડન્ટ બાદ યુવતી અને પોલીસ વચ્ચે માથાકૂટ
એક્સિડન્ટ બાદ યુવતી કારમાઁથી બહાર આવી અને પોલીસને એલફેલ બોલવા લાગી હતી. નશામાં હોવાથી તે પોલીસ સાથે દલીલો કરતી રહી અને પરિસ્થિતિને વધુ તંગ બનાવી દીધી. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં રશિયન મહિલા અને પોલીસ વચ્ચેની દલીલ સ્પષ્ટ દેખાઈ રહી હતી. આ ઘટના બાદ પોલીસે યુવક અને રશિયન મહિલાની અટકાયત કરી હતી. અકસ્માત બાદ યુવકોની હાલત ગંભીર હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.