બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / drunk dhaba operator calls police bomb in kavi nagar threat to blow lucknow mail train stopped for one hour in ghazibad

ગાઝિયાબાદ / ઢાબાવાળાએ નશામાં ફોન કરીને કહ્યું- કવિનગરમાં બોમ્બ છે, પોલીસ થઇ દોડતી અને...

Dharmishtha

Last Updated: 10:24 AM, 20 March 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક વ્યક્તિએ કવિનગરમાં બોમ્બ હોવાની માહિતી આપી એ બાદ તંત્ર થયું દોડતું એવી હકિકત સામે આવી કે પોલીસ દંગ રહી ગઈ.

  • એક ઢાબા સંચાલકે યૂપી 112  પર કવિનગરમાં બોમ્બની સૂચના આપી
  • પોલીસ 2 કલાક શોધખોળ કરી રહી બોમ્બ ન મળ્યો
  • નશામાં તેણે ખોટી માહિતી આપી હતી

નશામાં  ઢાબા સંચાલકે યૂપી 112  પર કવિનગરમાં બોમ્બની સૂચના આપી

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લામાં એક ઢાબા સંચાલકે યૂપી 112  પર કવિનગરમાં બોમ્બની સૂચના આપતા સનસની ફેલાવી દીધી. પોલીસ 2 કલાક શોધખોળ કરી રહી બોમ્બ ન મળ્યો. કોલ કરનારને પોલીસે ડિટેલ કઢાવી આરોપીને દબોચી લીધો. પુછપરછમાં આરોપીએ કર્યું કે નશામાં તેણે ખોટી માહિતી આપી હતી.

શું બન્યું હતુ

સેકન્ડ સીઓ અવનીશ કુમારે જણાવ્યું કે સાડા 7 વાગે યૂપી 112 પર એક ફોન આવ્યો  જેમાં કોલરે કવિનગરમાં બોમ્બ હોવાની સૂચના આપી હતી. સૂચના મળતા કવિનગર પોલીસ સહિત અનેક સ્ટેશનોમાં પોલીસે ડોગ સ્ક્વોડની સાથે કવિનગર વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવ્યુ. 2 કલાક સુધી બોમ્બ ન મળતા પોલીસે કોલરની ડિટેલ કઢાવી. તો જોયું કે નાસિરપુર ફાટક પાસે ઢાબા ચલાવે છે. તેણે નશામાં ફોન કર્યો હતો. મોબાઈલ કબ્જે કરી પોલીસે તેની ધરપકડ કરી. છે.

લખનૌ મેલને ઉડાડવાની ધમકી, એક કલાક ટ્રેન રોકવામાં આવી
 
દિલ્હીથી લખનૌ જઈ રહેલી લખનૌ મેલમાં બોમ્બ હોવાથી સનસની ફેલાઈ ગઈ છે. ટ્રેનને ગાજિયાબાદ સ્ટેશન પર એક કલાક સુધી રોકી બોમ્બ તથા ડોગ સ્ક્વોર્ડે સર્ચ ઓપરેશન હાથ ધર્યુ. યાત્રિઓને બહાર કાઢવામાં આવ્યા. અફરાતફરી મચ્યા બાદ આ ન્યૂઝ ફેક નિકળ્યા.

બોમ્બ રાખ્યાની સૂચના રેલવે અધિકારીઓને મળી હતી

ગુરુવારે રાતે દિલ્હીથી ચાલી રહેલી લખનૌ મેલમાં બોમ્બ રાખ્યાની સૂચના રેલવે અધિકારીઓને મળી હતી. રાતના લગભગ 12 વાગે 04 મિનિટ પર ટ્રેન ગાઝિયાબાદ સ્ટેશન પર પહોંચી. ટ્રેનને અહીં એક કલાક સુધી રોકવામાં આવી. બોમ્બ સ્ક્વોર્ડના સાથે જીઆરપી, આરપીએપ તથા સ્થાનીય પોલીસે તપાસ કરતા બોમ્બ નહોંતો મળ્યો.  ન્યૂઝ ફેક હોવાથી રાહતનો શ્વાસ લીધો હતો.

સંકળાયેલા મુદ્દાઓ

Bomb Drunk ghazibad ગાઝિયાબાદ દારુ બોમ્બ bomb
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ